જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મુર્ખ છે કાં તો ધૂર્ત : ડો.કુમાર વિશ્ર્વાસ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્ષમાં આયોજિત ડો.કુમાર વિશ્ર્વાસની જલકથાનો મંગલ પ્રારંભ: જલકથા અપને અપને શ્યામકીના શ્રવણ માટે અદમ્ય ઉત્સાહ સાથે ઉમટ્યો માનવ મહેરામણ વિશ્વમાં નદીઓને…

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્ષમાં આયોજિત ડો.કુમાર વિશ્ર્વાસની જલકથાનો મંગલ પ્રારંભ: જલકથા અપને અપને શ્યામકીના શ્રવણ માટે અદમ્ય ઉત્સાહ સાથે ઉમટ્યો માનવ મહેરામણ

વિશ્વમાં નદીઓને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ માને છે’, તેમ કથા મર્મજ્ઞ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસે ’જલકથા : અપને અપને શ્યામ કી’ના પ્રથમ દિવસે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય અને જળસંવર્ધન માટે 1,11,111 જળ સ્ટ્રકચર કાર્યાન્વિત કરવા માટે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિખ્યાત તત્વચિંતક, વિશ્ર્લેષક, કથાકાર અને કવિ ડો. કુમાર વિશ્વાસની વિશ્વમાં સૌથી પહેલી એવી અનોખી ’જલકથા : અપને અપને શ્યામ કી’નો દબદબાભેર મંગલ પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે બોલતા ડો. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે, પૃથ્વી પર પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂૂપે થયો હતો. ત્યારબાદ વિવિધ અવતારો થયા અને અંતે મનુષ્યનું સર્જન થયું. જીવનનો મૂળ આધાર અને સ્ત્રોત જળ છે આથી જળ એ જ જીવન છે તેમ જણાવી ડો. કુમાર વિશ્વાસે જલકથામાં રામ અવતાર અને કૃષ્ણ અવતારની તુલના વિવિધ પ્રસંગોના માધ્યમથી કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી દીધા હતા.
પાણીનું મહત્વ અને માહાત્મ્ય સમજાવવા ડો. વિશ્વાસે આપેલા તર્કને શ્રાવકો તાળીઓના ગડગડાટથી વારંવાર વધાવી લેતા કથાકારે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

આવતીકાલે 16 ડિસેમ્બરને મંગળવારે તેઓ રામ અને શ્યામના જીવનકવનની તુલનાત્મક વિભાવનાઓ વિવિધ પ્રસંગોના માધ્યમથી કઈ રીતે કરશે તેની આછેરી ઝલક તેઓએ આપી હતી. તેઓએ કથા દરમિયાન યુવાનોને પોતાના પ્રશ્નો ગીરગંગાના માધ્યમથી પૂછવાનું આહવાન કર્યું હતું અને યુવાનોમાં વ્યાપ્ત અસમંજસને દૂર કરવા તેઓએ તમામ પ્રશ્નોના જવાબો આપવાનો કોલ પણ આપ્યો હતો.

ડો. કુમાર વિશ્વાસે પહેલા દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિધ્ધ સ્તોત્ર અધરમ્ મધુરમથી કરતાં જ કથાનો માહોલ બંધાઈ ગયો હતો. ડો. કુમાર વિશ્વાસની વાણી પ્રારંભ પૂર્વે તેમની ટીમના જાણીતા કવિ દિનેશજી બાંગરે જોશભેર જલવિષયક કવિતા ગાન કરતા ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ત્યારબાદ બાળ ભજનિક બિરેન કુમાર તેમજ ભજનિક અંકિતા શ્રીવાસ્તવએ કૃષ્ણ ભજન ગાનથી લોકોને ભાવવિભોર કર્યા હતા.

જલકથામાં દાતાઓનો ઉમળકો: જળસંચય કાર્ય માટે આર્થિક સહાયનો ધોધ
રાજકોટમાં યોજાયેલ ભવ્ય અને દિવ્ય ‘જલકથા’માં દાતાઓએ અભૂતપૂર્વ ઉદારતા દાખવીને આર્થિક સહાયનો ધોધ વરસાવ્યો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના થઈ રહેલા આ ઐશ્વરિક કાર્યમાં સહાયભૂત બનવાના ઉમદા હેતુ માટે દાતાઓ આગળ આવ્યા હતા. ડો. કુમાર વિશ્વાસની જલકથાના આજે પ્રથમ દિવસે અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સર્વ મનીષભાઈ બધેકા, મુકેશભાઈ પાબારી, ધીરુભાઈ ગોંડલીયા, ગીરગંગા પરિવારના આગેવાન અને ઉદ્યોગપતિ જે. કે. સરધારા, માથુરભાઈ અણદાણી, વિનુભાઈ પટેલ, મનોજભાઈ અને કેતનભાઇ કોટક, પ્રકાશભાઈ બેચરભાઈ સખીયા વગેરેએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યોની સરાહના કરી આર્થિક સહયોગ માટે જાહેરાત કરી હતી. આ પ્રસંગે સામાન્ય નાગરિકોએ પણ પોતાની ક્ષમતા અનુસાર રાષ્ટ્રના આ ધર્મકાર્યમાં પોતાનો સહકાર નોંધાવ્યો હતો.

જલ કથામાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવો
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્યના માજી કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, અનિલભાઈ પટેલ, રક્ષાદળના કેપ્ટન હેમંત વ્યાસ, રમેશભાઈ રાણીપા, અમેરિકાના ગીરગંગાના ક્ધવીનર હરીશભાઈ માલાણી, રસિકભાઈ ફળદુ, અગ્રણી બિલ્ડર ઉમેશભાઈ માલાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સયાજી હોટેલ વાળા દિગ્વિજયસિંહ જાડેજા, એન્જલ પંપવાળા શિવાભાઈ પટેલ, ભવનાથ આશ્રમ, ભાયાસરવાળા વશિષ્ઠ નાથજીબાપુ, કાલાવડના કલ્પેશગીરીબાપુ ગીરગંગા સુરતના ક્ધવીનર રામજીભાઈ જેતાણી, કચ્છ -ગ્લોબલનના ગોવીંદભાઈ ભાનુશાલી, ડેકોરા બિલ્ડરવાળા નિખિલભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર બાકીરભાઈ ગાંધી, કાનજીભાઈ ભાલાળા, સવજીભાઈ વેકરીયા, ભવાનભાઈ સહિતની સુરતની ટીમ, ડો.સુધીરભાઈ ભીમાણી, પ્રફુલભાઇ ફુલતેરા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, ગોવિંદભાઈ કાકડિયા,કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ રાજકોટના વાલજીભાઈ નંદા, પ્રેમજી વાલજી એન્ડ સન્સના હરીશભાઈ, રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ, સનાતન ગ્રુપ બિલ્ડર્સ, પ્રખ્યાત કથાકાર જગતભાઈ તારૈયા, રાજકોટના માજી મેયર અશોકભાઈ ડાંગર, મહેશભાઈ ચૌહાણ, રાજકોટ જિલ્લા ભાજપના અગ્રેસર રાજુભાઈ ધારૈયા સહિતનાઓ જલકથામાં ઉપસ્થિત રહ્યા હતા.

કવિ ડો. કુમાર વિશ્વાસની અસ્ખલિત વાણીની હાઇલાઇટ્સ
ગુજરાત હંમેશા એકલા ચાલવામાં વિશ્વાસ નથી રાખતું. બે લોકો જ હંમેશા નેતૃત્વ કરે છે એ પછી રાજનીતિ હોય કે ઉદ્યોગ જગત હોય. ભારત હવે રામ જેવો મર્યાદાનો નહી કૃષ્ણ જેવો વ્યવહાર કરે છે. મોસ્કોથી આવેલા મહેમાનનું બંસરીથી સ્વાગત કરે છે તો દુષ્ટ પડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે. ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદ સરીખા કાલિયા નાગને નાથવા તેની ફેણ પર નૃત્ય કરી તેને કચડવો છે. રામની મર્યાદા પુરુષોતમ સમાન નીતિ પર આપણે ચાલી ચૂક્યા હવે આ દેશને આગલા 100 વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂૂર છે. સગર્ભા ધર્મ ગ્રંથો નથી વાંચતી, કૌટુંબિક કલેશવાળી સિરિયલો નિહાળે છે. ધતુરાનું બીજ વાવીએ તો કલ્પવૃક્ષ કેવી રીતે પેદા થાય? અટલ બિહારી બાજપાઈ મર્યાદા પુરુષોત્તમની વિચારધારાવાળા હતા જેઓએ સામેથી સત્તા ત્યાગ કર્યો હવે પૂર્ણ પુરુષોત્તમ વિચારધારાવાળા બિરાજમાન છે જેઓ તમામ પ્રપંચો સામે લડીને જાણે કહી રહ્યા છે કે હું શું કામ સત્તા ત્યાગ કરું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *