ગારીડા પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ: જીવના જોખમે ભણી રહ્યા છે ભૂલકાંઓ

રાજકોટ જિલ્લાના ગારીડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળવાટીકાથી માંડીને ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ શાળા…

રાજકોટ જિલ્લાના ગારીડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળવાટીકાથી માંડીને ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ શાળા હાલમાં તૂટી ગઇ છે. અને સંપૂર્ણપણે જર્જરિત થઇ ગઇ છે. જેમાં સાત રૂમ આવેલા છે. હાલ આ શાળામાં જીવના જોખમે 170 થી 180 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગારીડા ગામાના લોકો દ્વારા ફાળો એકત્ર કરી એક પતરાવાળો શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં બાળકોને એક સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

પરંતુ ચોમાસામાં વરસાદીયું વાતાવરણમાં બાળકોને ભણાવવા મુશ્કેલ બને છે. સમસ્યાના ઉકેલ માટે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે કે પાણીનાં ટાંકા પાસે ગૌચરની 11 એકર જમીન આવેલ છે. તેમાંથી બે એકર જમીન શાળાને ફાળવવામાં અને તેમાં તાત્કાલીક ધોરણે બાળકો માટે શાળાનું નવુ બિલ્ડીંગ બનાવવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *