100 મિલિયન વર્ષ પછી જાગેલા બ્લેક હોલનું તાંડવ

  વિકરાળ જવાળામુખીની જેમ સકલ બ્રહ્માંડને ધ્રુજાવતી બ્લેક હોલની મોં-ફાટ અગનજ્વાળાઓ જોઇને દુનિયાભરના વૈજ્ઞાનિકો અચંબિત 100 મિલિયન વર્ષની લાંબી ગાઢ ઊંઘ બાદ એક વિશાળ બ્લેક…

 

વિકરાળ જવાળામુખીની જેમ સકલ બ્રહ્માંડને ધ્રુજાવતી બ્લેક હોલની મોં-ફાટ અગનજ્વાળાઓ જોઇને દુનિયાભરના વૈજ્ઞાનિકો અચંબિત

100 મિલિયન વર્ષની લાંબી ગાઢ ઊંઘ બાદ એક વિશાળ બ્લેક હોલ અચાનક જાગી ગયો છે. વૈજ્ઞાનિકોએ જ્યારે આ નજારો જોયો ત્યારે તેઓ દંગ રહી ગયા, કારણ કે તેની સક્રિયતા કોઈ ભયાનક બ્રહ્માંડિય જ્વાળામુખી ફાટવા જેવી હતી. અવકાશમાં થયેલા આ ધડાકાએ ઉર્જાના એવા મોજા પેદા કર્યા છે, જે કલ્પનાની બહાર છે. આ ઘટના માત્ર એક સંયોગ નથી, પરંતુ બ્લેક હોલના રહસ્યમય વ્યવહારને સમજવાની એક મોટી તક છે. આ દુર્લભ બ્રહ્માંડિય ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે જેને આપણે શાંત અવકાશ સમજીએ છીએ, ત્યાં ગમે ત્યારે તબાહી મચી શકે છે. આ શોધ બ્લેક હોલના જીવન ચક્ર અને તેમના ખોરાકની પેટર્નને ડિકોડ કરવામાં કામ આવશે.

અવકાશમાં બ્લેક હોલ હંમેશા એક્ટિવ રહેતા નથી. ઘણીવાર તેઓ લાખો વર્ષો સુધી શાંત પડી રહે છે, કારણ કે તેમની પાસે ’ખાવા’ માટે કંઈ હોતું નથી. જ્યાં સુધી કોઈ ગેસ, ધૂળના રજકણો કે સિતારાઓ તેમના દાયરામાં નથી આવતા, ત્યાં સુધી તેઓ ઊંઘતી અવસ્થામાં રહે છે, પરંતુ જેવા જ કોઈ ખગોળીય પિંડ તેમની ગ્રેવિટીની રેન્જમાં આવે છે, કે તરત જ તેઓ ફરી એક્ટિવ થઈ જાય છે.

’ધ ક્લસ્ટર્સ હાઈડિંગ ઈન પ્લેન સાઈટ’ (CHiPS) સર્વે દરમિયાન વૈજ્ઞાનિકોએ જોયું કે એક સુપરમેસિવ બ્લેક હોલ અચાનક પોતાની નિષ્ક્રિય અવસ્થામાંથી બહાર આવી ગયો છે. રિસર્ચર્સે જણાવ્યું કે, બ્લેક હોલને જ્યારે નવું ’ઈંધણ’ એટલે કે ગેસ અને સિતારાઓ મળે છે, ત્યારે તેઓ અચાનક સક્રિય થઈને ઉર્જા અને પ્રકાશના ભીષણ કિરણો છોડવા લાગે છે. આ ઘટનાને જ્વાળામુખીની ઉપમા એટલા માટે આપવામાં આવી છે કારણ કે જે રીતે જ્વાળામુખીમાંથી લાવા નીકળે છે, તેવી જ રીતે આ બ્લેક હોલમાંથી હાઈ-એનર્જી જેટ્સ અને રેડિયેશન બહાર નીકળ્યું.

બ્લેક હોલની આ સક્રિયતા ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તેની પાસે ઈંધણ હાજર છે. જેવા જ આસપાસના ગેસ અને ધૂળ ખતમ થઈ જશે, તે ફરીથી કરોડો વર્ષો માટે શાંત થઈ શકે છે. વૈજ્ઞાનિકો માટે પડકાર એ છે કે તેઓ આ ઉર્જા વિસ્ફોટોની આગાહી કરી શકે.

બ્રહ્માંડના આ જબરદસ્ત એક્ટિવિટીવાળા સ્વરૂૂપને સમજવું એ જ વિજ્ઞાનનો અસલી હેતુ છે. બ્લેક હોલનો આ ’જ્વાળામુખી’ જેવો વ્યવહાર આપણને યાદ અપાવે છે કે અવકાશમાં હજુ પણ એવા ઘણા રહસ્યો છે, જેના પરથી પડદો ઉઠવાનો બાકી છે.

લાખો વર્ષોની જમા ઉર્જાનો સ્ફોટક આવિષ્કાર
નાસાના રિસર્ચ પેપર્સ જણાવે છે કે, એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લીઆઈ એટલી વધારે ઉર્જા પેદા કરી શકે છે, જેટલી એક આખી ગેલેક્સીના તમામ તારા મળીને પણ કરી શકતા નથી. આ ધડાકો એટલો પાવરફુલ હતો કે તેણે આસપાસના ગેસના પડ અને તારા બનવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી છે. જોકે આ પૃથ્વી માટે ખતરનાક નથી, પરંતુ ગેલેક્સીના માળખાને બદલવા માટે પૂરતો છે. આ શોધ એટલા માટે ખાસ છે કારણ કે તે બ્લેક હોલના સાયક્લિક નેચરને દર્શાવે છે. અત્યાર સુધી આપણને લાગતું હતું કે બ્લેક હોલનો વ્યવહાર એક સરખો રહે છે, પરંતુ હવે ખબર પડી છે કે આ લાખો વર્ષ સુધી ઊંઘી શકે છે અને પછી અચાનક જાગી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *