નાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધું

શહેરની ભાગોળે ગૌરીદડ ગામે રહેતી યુવતીએ નાની બહેન અન્ય યુવક સાથે ભાગી જતા લાગી આવવાથી ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.…

શહેરની ભાગોળે ગૌરીદડ ગામે રહેતી યુવતીએ નાની બહેન અન્ય યુવક સાથે ભાગી જતા લાગી આવવાથી ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ ગૌરીદડ ગામે હેરશ અજાણીની વાડીમાં રહેતી પીન્કલ વખતસિંહ નાઇકા (ઉ.વ.20)નામની યુવતીએ ગઇકાલે રાત્રે વાડીએ હતી. ત્યારે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પીન્કલ બે બહેનમાં મોટી અને મામા સાથે રહી ખેતી કામ કરતી હતી. તેની નાની બહેન પાંચ દિવસ પહેલા કોઇ યુવક સાથે ભાગી જતા તેણીએ લાગી આવતા આ પગલું લીધાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય બનાવમાં શહેરના રેલનગરમાં રહેતા રિક્ષા ચાલક યુવાને ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતા સિધ્ધાર્થ ઉકાભાઇ પરમાર (ઉ.વ.36)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સિધ્ધાર્થ બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગૃહકલેશથી કંટાળી આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *