મોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયો

ત્રણ એપ્રિલે શખ્સ સગીરાને ભગાડી ગયો હતો મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક એકમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લઈને ભોગ બનનાર સગીરાને શોધી…

ત્રણ એપ્રિલે શખ્સ સગીરાને ભગાડી ગયો હતો

મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક એકમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લઈને ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં મોરબી તાલુકા પોલીસ ટીમને સફળતા મળી છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરા અપહરણની ફરિયાદ નોંધાઈ હતી ગત તા. 03 એપ્રિલના રોજ સવારના સુમારે મોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીમાંથી સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી મોરબી તાલુકા પોલીસે સગીરા અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને અપહરણ કરનાર આરોપી કર્ણાટક રાજ્યના બેગ્લોર શહેરમાં હોવાની માહિતી મળતા ટીમને રવાના કરી બેંગ્લોરથી ઝડપી લઈને મોરબી લાવવામાં આવ્યો હતો.

ચાચાવદરડા માતા-પિતાએ કામ પરથી ઘરે આવવાની ના કહેતા પુત્રીનો આપઘાત
માળિયા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 30 ના રોજ વહેલી સવારે સગીરાએ માતાપિતા સ્તાહે ફોનમાં વાત કરી પોતાના કામ પરથી ઘરે પાછું આવવાની વાત કરી હતી અને માતાપિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતા સગીરાએ ઝેરી દવા પી લેતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *