વડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવી

પ્રથમ સુનાવણી કેમ્પમાં વૃદ્ધો અને દિવ્યાંગો ને ઘરે જઈ રૂબરૂ સાંભળ્યા સમગ્ર દેશમાં SIR ની કામગીરી બાબતે ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં…

પ્રથમ સુનાવણી કેમ્પમાં વૃદ્ધો અને દિવ્યાંગો ને ઘરે જઈ રૂબરૂ સાંભળ્યા

સમગ્ર દેશમાં SIR ની કામગીરી બાબતે ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ તશિ ની કામગીરી પૂરજોશમાં ચાલતી હોય તેમ રવિવાર ની રજાઓમાં પણ મામલતદાર કચેરી અધિકારીથી ધમધમતી જોવા મળી રહી છે. જશિ કામગીરી માં જે લોકોએ પોતાના બીએલઓ ને ડોક્યુમેન્ટ આપી શક્યા ના હતા તે લોકોને સાંભળવા માટે તારીખ 1 થી 20 સુધીમાં ગ્રામીણ વિસ્તાર માં ગામડે ગામડે કેમ્પ રાખવામાં આવ્યા હતા. આ કેમ્પ માં વડિયા ના ઇન્ચાર્જ મામલતદાર, ટીડીઓ, મતદારયાદીની કામગીરી સંભાળતા નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા અરજદારો ને પોતાના તેમના ગામમાં નિયત કરેલી જગ્યાએ રૂૂબરૂૂ જઈ સાંભળવામાં આવ્યા હતા. આ પ્રથમ સુનાવણી કેમ્પમાં વડિયાના ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધીની માનવતા ભરી કામગીરી ઉડીને આંખે વળગતી જોવા મળી રહી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઇન્ચાર્જ મામલતદાર આ કેમ્પ માં ગામડે અરજદારો ને સાંભળવા પહોંચ્યા ત્યારે તેમાંથી વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને શોધી તેમને સુનાવણી સ્થળ પર આવવાની ના કહી પોતે તેમના ઘરે ઘરે જઈ ને સાંભળ્યા હતા આ લોકોને સુનાવણીના કેમ્પ ની જગ્યા સુધી આવવા જવા તકલીફ પડે તેના બદલે અધિકારી આપના દ્વવારે ની કહેવત સાર્થક કરી અને વૃદ્ધ અને દિવ્યાંગ લોકો સાથે માનવતા મહેકવતા જોવા મળ્યા હતા. જોકે વડિયાના ઇન્ચાર્જ મામલતદાર કેજેરભાઈ સિંધી દ્વારા જ્યાર થી વડિયા મામલતદાર નો ચાર્જ સાંભળ્યો છે ત્યારથી વડિયા મામલતદાર ઓફિસમાં લોકોને તે રૂૂબરૂૂ સાંભળતા જોવા મળ્યા છે અને તમામ વિભાગોની કામગીરી સુવ્યવસ્થિત કોઈ ફરિયાદો વિહોણી બનતી જોવા મળી છે અને સમગ્ર ઓફિસ જાણે એક પરિવાર જેમ કામ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ત્યારે ઇન્ચાર્જ મામલતદાર ની કામ કરવાની પદ્ધતિ અને તેમની માનવતા ની મહેક સમગ્ર તાલુકામાં પ્રસરી હોવાથી ચોમેર ઇન્ચાર્જ મામલતદાર ની સરાહના થતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *