રવિવારને કરદાતાઓ માટે ગોલ્ડન સન્ડે બનાવવા નિર્મલાની મથામણ
આંતરરાષ્ટ્રીય આર્થિક આંધી વચ્ચે એનડીએ માટે આ બજેટ કસોટી રૂપ
કૃષિક્ષેત્રના આર્થિક અસંતોષનો ધુમાડો શાંત કરવા નવી ફોર્મ્યુલાઓ
આવતીકાલે રવિવારને ભારત સરકાર સમગ્રપ્રજા માટે ગોલ્ડન સન્ડે બનાવવાની તૈયારી કરે છે ત્યારે નિયમિત આવકવેરા ભરતો વિરાટ નોકરીયાત વર્ગ અને દેશના નાના મોટા ઉદ્યોગપતિઓ કરવેરામાં રાહતના સપના જોઇ રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ પ્રકરણથી ડખ્ખે ચડેલા ભારતીય અર્થતંત્રને સુનિયોજિત રીતે હાલક-ડોકલ થવાદીધા વીના રાગે પાડવામાં કેન્દ્રની એનડીએ સરકારની દુનિયામાં પ્રશંસા થઇ રહી છે. ત્યારે ઘરઆંગણે ભારતીય નાગરિકના ચહેરા પણ સ્મીત વધે અને મનપર આર્થિક બોઝ ઘટે તે માટેની મથામણમાં વ્યવસ્ત નિર્મલા સીતારામન આવતીકાલે રવિવારે કેવુ બજેટ રજૂ કરે છે. તેના પર હવે કમ સે કમ આખા એશિયાની નજર છે.
કારણ કે બીજા દેશોની અનિચ્છાએ પણ ભારત હવે એશિયાનું આર્થિક એન્જીન બની ગયુ છે.
ચાલુ વર્ષમાં વિવિધ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં ભાજપે કોંગ્રેસ અને વિવિધ પ્રાદેશીક પક્ષો સાથે મેદાને જંગમાં લડવાનુ છે. છેલ્લા તીરુવનંતપુરમ મહાપાલિકામાં ભાજપનો વિજય ધ્વજ ફરકયા પછી દક્ષિણમાં આગેકૂચનું સિંહદ્વાર ખુલ્લી જતા આ વખતે ભાજપે ચારેય દિશામાં લોકોપ્રિયતાનો નવો આલેખ આ બજેટથી તૈયાર કરવાનો છે. જે નિર્મલા સીતારામન કઇ રીતે પોતાનો મેજિસ્ક શો કરે છે. તેના પર આખો ખેલ આધારીત છે.
મુખ્યત્વે દેશના આયાત-નિકાસ ક્ષેત્રમાં નળતર આંતરરાષ્ટ્રીય વાતાવરણને હળવુ કરી ભારતીય ઉત્પાદકોને સરકાર કઇ રીતે નવા નિકાસ પ્રોત્સાહન આપે છે તેના પર સર્વની નજર રહે છે. તાજેતરમાં યુરોપીયન યુનિયન સાથે ભારત સરકારે કરેલા મહત્વના વેપાર કરારને કારણે વાણીજ્યક્ષેત્રના અન્ય દિગ્ગજદેશોને પણ કષ્ટ પડ્યુ છે. ત્યારે સરકાર યુરીપીયન દેશો સાથેની આયાત-નિકાસની સર્વતોમુખી અને સર્વગ્રાહી નીતીઓ કઇ રીતે નક્કી કરે છે. તેના પરઘણો બધો આધાર છે. દેશના કૃષિક્ષેત્રમાંથી વારંવાર ઉઠતા આર્થિક અસંતોષના ધુમાડાને શાંત કરવા માટે પણ કેટલીક નવી ફોરમુલાઓ નિર્મલા આ બજેટમાં લાવશે. પાછલા વર્ષોની તુલાનામાં આ વખતે ભારત અન્ય ગંજાવર દેશો જેવુ પોતાનુ સરક્ષબજેટ ઉચે લઇ જશે તેમાં કોઇ શંકા નથી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2026ના બજેટ રજૂ કરવાના છે. તેવામાં દેશના લાખો રોકાણકારો અને કરદાતાઓની નજર ત્યાં રહેલી ચે, કારણ કે તેમાં મળનારી રાહતની સીધી અસર તેના ખિસ્સા પર પડશે. આ નિર્મલા સીતારમણનું સતત નવમું બજેટ હશે અને પ્રથમવાર રવિવારે બજેટ રજૂ કરશે. એક તરફ જ્યાં પ્રોપર્ટીની કિંમતો વધી રહી છે અને લોકો પર લોનનો ભાર વધી રહ્યો છે, તો હોમ બાયર્સ ટેક્સમાં રાહતની માંગ કરી રહ્યાં છે. તેની મુખ્ય માગ છે કે હોમ લોન પર મળનાર ટેક્સની છૂટ વધારવામાં આવે. વર્તમાનમાં આવકવેરા અધિનિયમની કલમ 24(બ) હેઠળ વ્યાજદર મળનાર છૂટની મર્યાદા 2 લાખ રૂૂપિયા છે, જેને ઘણા વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી અને વર્તમાન સમયમાં તેને અપર્યાપ્ત માનવામાં આવી રહ્યો છે.
બજેટ 2026-2027મા ટેક્સ સેવિંગ અને લોન્ગ ટર્મ રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભાર આપવામાં આવી શકે છે.તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવું, ટેક્સ માળખાને સરળ બનાવવું, હાઉસિંગ લોન અને વીમામાં વધારાની રાહત મળવાની આશા રાખવામાં આવી રહી છે.
દેશમાં સ્વાસ્થ્ય સેવાઓનું માળખુ વધી રહ્યું છે અને બજેટ 2026મા તેને વિસ્તાર આપી શકાય છે. આ હેઠળ વધુમાં વધુ લોકોને કવર કરવા અને લાંબાગાળાની સારવાર માટે સ્વાસ્થ્ય વીમા યોજનાનો પહોંચ વધારી શકાય છે. જ્યાં એક તરફ તેનાથી હેલ્થ સેક્ટરને સકારાત્મક પ્રોત્સાહન મળશે, તો બીજીતરફ સરકારી દરો પર સેવા આપવાની સ્થિતિમાં ખાનગી હોસ્પિટલોના નફા પર દબાવ પડી શકે છે.
નાણાકીય વર્ષ 2026-2027 દરમિયાન સરકાર વર્તમાન સુધારાના રસ્તા પર આગળ વધશે અને કોઈ મોટા કે ચોંકાવનારા નિર્ણયની સંભાવના ઓછી છે. બજેટમાં સરકાર કેપિટલ એક્સપેન્ડિચરને વાર્ષિક આધાર પર 13 ટકા વધારી 12.6 ટ્રિલિયન રૂૂપિયા સુધી લઈ જઈ શકે છે. તો કેપેક્સ-ટૂ-જીડીપી ગુણોત્તર લગભગ 3.2 ટકા રહેવાનું અનુમાન છે.
EPFOમાં લાભાર્થીઓ વધારવા સરકાર પગાર મર્યાદા પણ વધારશે
વર્ષ 2026 કામ કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ વળાંક બની શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર હાલ EPF પગાર મર્યાદા વધારવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે, તો લાખો કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે અને વધુ લોકો સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે.
હાલમાં EPF પગાર મર્યાદા દર મહિને 15,000 રૂૂપિયા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા આધારે કર્મચારીઓ અને નોકરીદાતાઓEPF, પેન્શન યોજના (EPS) અને વીમા યોજના (EDLI)માં યોગદાન આપે છે. 15,000 રૂૂપિયાથી વધુ પગાર મેળવનારા કર્મચારીઓ માટેEPFમાં યોગદાન ફરજિયાત નથી, સિવાય કે તેઓ સ્વૈચ્છિક રીતે યોગદાન આપવાનું પસંદ કરે. મહત્વની વાત એ છે કે સપ્ટેમ્બર 2014 બાદ આ પગાર મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે છેલ્લા દસ વર્ષમાં ફુગાવો, પગાર માળખું અને જીવન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.સરકાર EPF પગાર મર્યાદા 15,000 રૂૂપિયાથી વધારીને 25,000 રૂૂપિયા પ્રતિ માસ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુ કર્મચારીઓનેEPF, પેન્શન અને વીમા કવરેજ હેઠળ લાવવાનો છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા મધ્યમ આવકવાળા કર્મચારીઓને આનો મોટો લાભ મળશે.
