હાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’એ રાતોરાત ખાડા ગાયબ કરી દીધા!

હેલ્મેટ વિરોધી આંદોલન દરમિયાન કોંગ્રેસે માધાપર ચોકડી પાસેની ભયંકર તસવીર જાહરે કર્યા બાદ કુંભકર્ણો અડધી રાત્રે જાગ્યા રાજકોટ શહેરના એન્ટ્રી પોઇન્ટ ગણાતી અને ચોવીસે કલાક…

હેલ્મેટ વિરોધી આંદોલન દરમિયાન કોંગ્રેસે માધાપર ચોકડી પાસેની ભયંકર તસવીર જાહરે કર્યા બાદ કુંભકર્ણો અડધી રાત્રે જાગ્યા

રાજકોટ શહેરના એન્ટ્રી પોઇન્ટ ગણાતી અને ચોવીસે કલાક ભારે વાહનોના ટ્રાફિકથી સતત ધમધમતા માધાપર સર્કલ પાસે હાઇવે ઉપર પડેલા ચંદ્રની ધરતી જેવા ખાડાની તસવીર ગઇકાલે કોંગ્રસે જાહેર કરતાં જ નેશનઇ હાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’ રાતોરાત પડમાં આવ્યા હતા અને અડધી રાત્રે ખાડા ઉપર પાકી મોરમ-કપચી તથા ગ્રીડ પાથરીને ખાડા ગાયબ કરી દીધા હતા.

શહેર તાગ શહેરને જોડતા નાના-મોટા તમામ રોડ રસ્તાઓ ભાંગીને ભક્કો થઇ ગયા હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તેવા સમયે જ પોલીસે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરતા ભારે દેકારો મચી ગયો હતો અને આપ-કોંગ્રેસ પણ આંદોલન કર્યુ હતું. સાથોસાથ માધાપર ચોકડીએ પસાર થતા હાઇવેની ખાડા-ખબડા વાળી ભયાનક તસવીર પર કોંગ્રેસે જાહેર કરી હતી.

આ તસવીર અખબારોમાં પ્રસિદ્ધ થતા જ નેશનલ હાઇવે ઓથોરિટીના કુંભકર્ણોની ઉંઘ ઉડી હતી અને રાત્રે 11 વાગ્યે જેસીબી, ટ્રેક્ટરો તથા મજૂરોને કામે લગાડી હાઇવે પરના ખાડા બૂરી દીધા હતા.

સવારે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને પણ સુખદ આશ્ર્ચર્ય થયું હતું કે, તંત્ર ધારો તો રાતોરાત ખાડાબૂરી શકે તેમ છે. પરંતુ તંત્રની દાનત જ ખોરા ટોપરા જેવી હોય તેમ જયાં સુધી આંદોલન કે દેકારો થાય નહીં ત્યાં સુધી ‘સાહેબો’ એ.સી ઓફિસોની બહાર નીકળતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *