રાજ્યમાં સૌથી વધુ અકસ્માત વળતર કેસનું રાજકોટની લોકઅદાલતમાં નિરાકરણ

રાજકોટમા યોજાયેલી લોકઅદાલતમાં ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતનાં કેસોમાં સમાધાન થતાં અરજદારોનાં વકીલો અને વીમા કંપનીનાં ઓફિસરનું ડીસ્ટ્રીકટ જજ દ્વારા સર્ટીફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.…

રાજકોટમા યોજાયેલી લોકઅદાલતમાં ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતનાં કેસોમાં સમાધાન થતાં અરજદારોનાં વકીલો અને વીમા કંપનીનાં ઓફિસરનું ડીસ્ટ્રીકટ જજ દ્વારા સર્ટીફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટમાં યોજાયેલી લોકઅદાલતમાં વાહન અકસ્માતથી થયેલ કુલ 388 કલેઈમ કેસો કોમ્પ્રોમાઈસથી ડીસ્પોઝ થતાં સમગ્ર ગુજરાતમાં રાજકોટની કોર્ટનો ડંકો વાગ્યો હતો. કલેઈમ કેસોમા સૌથી વધુ ફાઈલ થતાં અને અરજદારોને વધુમા વધુ રકમ મળે તેવા હેતુથી વકીલ તારીકભાઈ પોઠિયાવાલાએ વીમા કંપનીનાં વકીલો તથા ઓફિસરો સાથે બેસીને હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને મીનીમમ વેજીસ મુજબ અરજદારની આવક, ઉંમર, કાયમીખોડ, મૃતકના વારસદારોને ભવિષ્યની આવકની નુકશાની વિગેરે બાબતોને લક્ષમા લઈને પોતાના અરજદારોને વધુમા વધુ રકમ મળે તે હેતુથી લોકઅદાલતમાં સૌથી વધુ રેસ્યો સાથે કલેઈમ કેસોનો નિકાલ કર્યો હતો.

રાજકોટની કોર્ટમા ગુજરાતમાંથી સૌથી વધુ કલેઈમ કેસોનો નિકાલ થતાં ડીસ્ટ્રીકટ જજ જે. આર. શાહ
દ્વારા અરજદારોનાં વકીલો, વીમા કંપનીનાં ઓફિસરો અને વકીલોનું સર્ટીફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં થયેલા અકસ્માત ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જામનગર, જુનાગઢ, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ જીલ્લાનાં અકસ્માતના કેસોનો વકીલ તારીકભાઈ પોઠિયાવાલા, વકીલ નીલોફરબેન ટી. પોઠિયાવાલાએ પોતાના કલેઈમ કેસોમાં કુલ રૂૂ.1.20 કરોડનું જુદી-જુદી વીમા કંપનીઓ સાથે સમાધાન કરી અરજદારોને વળતર મંજુર કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *