થિયેટર્સમાં રેકોર્ડબ્રેક કમાણી કરીને દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યા બાદ ’માઇકલ’ હવે ઓટીટી પર આવી ગઈ છે. માઇકલ જેક્સનના જીવન પર બનેલી આ ફિલ્મ દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી બાયોપિક બની ચૂકી છે અને તેણે ’ઓપનહાઇમર’ને પણ પાછળ છોડી દીધી છે.
આ વર્ષની સૌથી મોટી ગ્લોબલ હિટ ફિલ્મોમાંની આ એક રહી છે. જો તમે આ ફિલ્મ થિયેટરમાં નથી જોઈ શક્યા, તો હવે સરળતાથી ઘરે બેઠા જોઈ શકો છો. આ બાયોપિક દ્વારા તમને માઇકલ જેક્સનની જિંદગીને વધુ નજીકથી જાણવાની તક મળશે. ’માઇકલ’ 24 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થઈ હતી અને ત્યારે તેણે બોક્સ ઓફિસ પર કમાણીનો નવો ઇતિહાસ રચી દીધો હતો. ₹1,800 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું ડાયરેક્શન એન્ટોની ફુક્કાએ કર્યું છે, જ્યારે લાયન્સગેટ અને જેક્સન એસ્ટેટે મળીને તેને પ્રોડ્યુસ કરી છે.
’માઇકલ’ ફિલ્મને તમે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકો છો. આ ઓટીટી પ્લેટફોર્મ પર તેનું સ્ટ્રીમિંગ શરૂૂ થઈ ગયું છે. ઇંગ્લિશ ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ ફિલ્મમાં માઇકલ જેક્સનનું મુખ્ય પાત્ર તેમના સગા ભત્રીજા જાફરે ભજવ્યું છે. લુક અને હાવભાવમાં તે બિલકુલ પોતાના કાકા માઇકલ જેક્સન જેવો જ દેખાય છે.
