મિશ્ર ઋતુનો કહેર: શરદી-તાવના 1749 નવા કેસ

શહેરમાં છેલ્લાથોડા દિવસથી રાત્રે ઠંડી અને બપોરે તાપ પડતો હોય મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસની સાથો સાથ તાવના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. મનપાના…

શહેરમાં છેલ્લાથોડા દિવસથી રાત્રે ઠંડી અને બપોરે તાપ પડતો હોય મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસની સાથો સાથ તાવના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન રોગચાળાના આંકડાઓ બહાર આવ્યા છે તે મુજબ એક સપ્તાહમાં શરદી તાવના 1749 નવા કેસ નોંધાયા છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા, ડેંન્ગ્યુ અને ચિકનગુનિયાના એક પણ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. છતાં તાવના કેસનીસાથો સાથ ટાઈફોડના બે કેસ અને કમળાનો એક કેસ આવતા આરોગ્ય વિભાગે ગંદકી અને મચ્છર ઉત્પતિ સબબ 448 આસામીઓને નોટીસ ફટકારી છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 614 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂરલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 283 અને કોર્મશીયલ 165 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

ડેંન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010 નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *