કોળી સમાજનું નાળચું વાઘાણી-અમરીશ ડેર તરફ

ભાવનગરમાં નવનીત બાલધિયાને ન્યાય અપાવવા યોજાયેલી ન્યાયસ ભામાં ધગધગતા ભાષણ, જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા માગણી રાજુલાના જમીન પ્રકરણમાં અમરીશ ડેર અને માયાભાઈ આહીર…

ભાવનગરમાં નવનીત બાલધિયાને ન્યાય અપાવવા યોજાયેલી ન્યાયસ ભામાં ધગધગતા ભાષણ, જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા માગણી

રાજુલાના જમીન પ્રકરણમાં અમરીશ ડેર અને માયાભાઈ આહીર સામે આક્ષેપો, તમામ પુરાવા આપવા છતાં ફરિયાદ નોંધાતી નથી

ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી યુવાન ઉપર લોક કલાકાર માયાભાઈ આહીરના પુત્રના ઈશારે થયેલ હુમલાના પગલે ભોગ બનનાર નવનીતિ બાલધીયાને ન્યાય અપાવવા માટે ગઈકાલે ભાવનગર ખાતે યોજાયેલ કોળી સંમેલનમાં ભાજપના કોઈ કોળી નેતાઓ હાજર રહ્યા ન હતાં.

પરંતુ આ સંમેલનમાં વકતાઓનું નાળચુ કેબિનેટમંત્રી જીતુ વાઘાણી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સામે તાકયુ હતું.

ભાવનગરમાં મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં કોળી સમાજ દ્વારા ભવ્ય ’ન્યાય સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ’જય કોળી સમાજ’ના નાદ સાથે વક્તવ્ય શરૂૂ કરતાં નવનીત બાલધિયાએ ભાવુક અવાજે જણાવ્યું, “હું કોળીનો દીકરો છું અને કોળીના દીકરાને માર મારવા માટે ભાડે માણસો લાવવા પડે છે.” તેમણે સભામાં હાજર કોળી સમાજના આગેવાનો અને સમાજની સીટને માન આપતાં કહ્યું કે, મારી જેમ અન્ય પીડિતો પણ છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ.

ન્યાયસભામાં રાજુલાના જીતુભાઈ ધાપડા જણાવ્યું હતું કે અંબરીશભાઈ અને માયાભાઈએ મારી કરોડો રૂૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરાવેલી છે. જેની પૂરી તપાસ થાય તો લેન્ડ ગ્રેબિંગ કેસ લાગે. 2007માં અમારી જમીનના આધાર પુરાવા નાશ કર્યા છે અને 2007થી જમીનનો કબજો મારી પાસે છે. બીજા દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અંબરીશભાઈ ડેર 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઇના છોકરા ભરતભાઈ, માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે.

એના સમાજના એમ કહે છે કે 500-500 ગાડી લઈને આવવાના છીએ, તો આવો. ત્યાં કબજો જીતુભાઈની આગળ છે. બહુ દુ:ખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા. મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે, બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ થયા છે. કોઈ હાજર થયા નથી. મેઇન માલિક બાલુભાઈ બચુભાઈ કોર્ટમાં હાજર થઈ વાડીમાં પંચનામુ કરી ગઈ. ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હારી ગયા હતા. આજે આ લોકોનું નેટવર્ક ઓછું છે. આમાં કોઈને ખબર નથી પડવા દેતા. પોલીસ ખાતું પણ એનું છે. નવનીતભાઈનું તો એટલું જ દુ:ખ લાગ્યું હતું કે, એના બાપા પાસે માફી મગાવી હતી. હું કહું છું માયાભાઈ ચોર છે.

ન્યાયસભામાં પોતાની પીડા જણાવતા સરવૈયા દિલીપભાઈ છે, નામના પીડિતે જણાવ્યું કે, મારુ ગામ ખૂંટવડા છે ને હું બાબર જ્ઞાતિમાંથી આવુ છું. 2023થી આજ સુધી હું આ તમામ ખૂંખારો છે તેની સાથે એકલા હાથે લડાઈ લડી રહ્યો છું. આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધુ છે, પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે. ઓપેરા એનર્જી (ઈૠઊ) ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ. ત્યારબાદ વખતોવખત મેં પોલીસમાં ફરિયાદ કરી છે પણ આજ સુધી મને કોઈ ન્યાય નથી મળ્યો.

તમામ અધિકારીઓ સાથે મે ફોનના માધ્યમથી વાતો કરી છે,તે તમામ અધિકારીઓ સાથેની વાતચીતના રેકોર્ડિંગ, ઈઈઝટ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ તમામ પ્રૂફ છે મારી પાસે. અનેક ફરિયાદો બાદ પણ પવનચક્કીના જે આગળના પોઈન્ટો છે ત્યાં તેના સંસાધનો લઈ જવા માટે મે મારુ મકાન પાડી દીધા પછી પણ ત્યા જે મારા બેલા અને છાપરુ પાછુ બનાવ્યું તો એ લોકો રાતે ટુકડી બનાવી આવીને મારુ અપહરણ કરે છે. મારુ અપહરણ કરી, માર મારીને મને એની જગ્યા પર લઈ જાય છે. આમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે.

જયરાજભાઈ છે એ મને ગાડીમાં નાખે છે. જો મારા જેવા નાના માણસનું અપહરણ કરી લીધુ હોય, મકાન પાડી દીધુ હોય અને 15-15 દિવસ સુધી બગદાણાના પોલીસ સ્ટેશનમાં બેસાડે, અલગ-અલગ આંટીઘૂંટીવાળા પ્રશ્નો કરે છે. આજ સુધી મારી નામજોગ ફરિયાદ લેવાઈ નથી.મારુ મકાન દોઢ-બે લાખનું હતું પણ મને 50-50 લાખની રુશ્વત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે હું પહોંચ્યો છું તો પણ મારી રેકી થઈ હતી. મારી પાછળ એ લોકોના માણસો હતા આજે પણ કે હું અહીંયા સુધી ન પહોંચું. નવનીત બાલધિયાએ ભાવનગર પોલીસ અને રાજ્ય સરકારને અપીલ કરી કે, “તપાસમાં જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે, તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરાવવો જોઈએ. મૂળ જયરાજ છે એવું નથી, તપાસ હજુ ચાલુ છે અને આગળ જે કોઈ સામેલ નીકળશે તેને પણ ન્યાયનો સામનો કરાવવામાં આવે.

કોળી સમાજની વસતી હશે ત્યાં શક્તિ પ્રદર્શન કરાશે
યુવા આગેવાન કિશન મેરે સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે, “આ ન્યાય સભા માત્ર ન્યાયની માંગ માટે નથી, પરંતુ આખા કોળી સમાજનું શક્તિ પ્રદર્શન પણ છે.” તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં બોટાદ, સુરત, સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ ન્યાય સભા સાથે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે અને જ્યાં કોળી સમાજની વસ્તી હશે ત્યાં આપણે શક્તિ પ્રદર્શન કરીશું.

ભાજપ સાથે જોડાયેલ નેતાઓની ગેરહાજરીથી જાગેલી ચર્ચા
સભામાં કોળી સમાજના આગેવાનો અને યુવાનોની ભારે હાજરી જોવા મળી હતી, પરંતુ સમાજના ભાજપ સાથે જોડાયેલા કોર્પોરેટરો, નેતાઓ તથા પદાધિકારીઓની હાજરી ખૂબ જ પાંખી રહી હતી, જેને લઈને યુવા આગેવાનોમાં ચર્ચા ચાલી રહી છે. સભાનો માહોલ ઉત્સાહજનક રહ્યો હતો અને ડાયરાના કલાકારોને બોલાવીને રમઝટ કરવામાં આવી હતી, જેનાથી સભામાં ભાવનાત્મક અને ઉત્સાહી વાતાવરણ જોવા મળ્યું હતું. આ સભા કોળી સમાજની એકજૂટતા અને ન્યાયની માંગનું પ્રતીક બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *