ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજા ટેસ્ટનો પ્રથમ દિવસ પાણીમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે. બ્રિસ્બેનમાં શનિવારે વરસાદ પડયો હતો. દિવસના…


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે. બ્રિસ્બેનમાં શનિવારે વરસાદ પડયો હતો. દિવસના છેલ્લા બે સેશનમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો.


વરસાદ શરૂ થયો તે પહેલા ઓસ્ટ્રેલિયાએ કોઈપણ નુકશાન વિના 28 રન બનાવી લીધા હતા. નાથન મેકસ્વીની અને ઉસ્માન ખ્વાજા અણનમ પરત ફર્યા હતા. ધ ગાબા સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. રવિવારે બીજા દિવસની રમત અડધો કલાક વહેલા સવારે 5:20 વાગ્યે શરૂૂ થશે.


5 મેચની સિરીઝ 1-1 થી બરાબરી પર છે. આ સિરીઝમાં ભારતે પહેલી મેચ 295 રને અને બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી હતી. બ્રિસ્બેનમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર 1 મેચ જીતી શક્યું છે. ઓસ્ટ્રેલિયાએ 5 મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારતમાં રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ (વાઇસ-કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ તેમજ ઓસ્ટ્રેલિયામાં પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *