રાજ્યસભામાં કોંગ્રેસ પ્રમુખ ખડગેના આક્ષેપો: વિપક્ષ સરકાર પડખે રહેવાને બદલે અરાજકતા ફેલાવે છે: નડ્ડા
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે દેશમાં એલપીજીની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકાર પર રાંધણ ગેસના સંકટ અને કાળાબજારને રોકવા માટે આગોતરા પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશના દરેક રાજ્યમાં પુરવઠાના દરોડામાં ઝડપાતા બેનંબરી સિલિન્ડરો જ એની ગવાહી છે કે કાળાબજારનો કારોબાર કેટલો વધી ગયો છે.
કેન્દ્રીય મંત્રી અને ગૃહના નેતા જેપી નડ્ડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિપક્ષ “કટોકટીની પરિસ્થિતિમાં” સરકાર સાથે ઉભા રહેવાને બદલે વિપક્ષ “દેશમાં અરાજકતા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે”.રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા, ખડગે, જે ગૃહમાં વિરોધ પક્ષના નેતા પણ છે, તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને પગલે એલપીજી કટોકટીએ સમગ્ર દેશમાં વ્યાપક તકલીફ ઉભી કરી છે. તે ગરીબ અને સંવેદનશીલ લોકો, મધ્યમ વર્ગ, સામાન્ય ઘરો, રેસ્ટોરાં, છાત્રાલયો અને વાણિજ્યિક વપરાશકર્તાઓને ગંભીર અસર કરી રહી છે.
