પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર!! સરકારે 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની કરી જાહેરાત

    ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો…

 

 

ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ નાણા મંત્રીએ જાહેર કર્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓ અંગે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3.15 લાખ નવા આવાસો પૂરા પાડવાનું આયોજન છે. ગાંધીનગરમાં 100 કરોડની દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે.ઝાલોદ, ગરબાડા સહિત 5 જગ્યાએ નવી GIDC બનશે. આ જોગવાઈ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનસ્તરમાં સુધારો લાવવાનો અને સર્વાંગી વિકાસને ગતિ આપવાનો સરકારનો હેતુ સ્પષ્ટ થાય છે.

આવાસ અને અન્ન સુરક્ષા

• 3,15,000 નવા આવાસો: PM આવાસ, આંબેડકર આવાસ અને હળપતિ આવાસ યોજના હેઠળ ઘર વિહોણાઓને છત મળશે.

• ઘરનું ઘર: રાજ્યમાં આ વર્ષે 3.15 લાખ નવા આવાસો બનશે, રૂ.4272 કરોડની માતબર જોગવાઈ.

• મફત અનાજ: PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 75 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાનું ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *