દ્વારકામાં જીવંત થશે ભગવાન શ્રીકૃષ્ણનો ડિજિટલ યુગ

ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે.આ સાંસ્કૃતિક ધરોહર માત્ર આપણા ભવ્ય ઇતિહાસનું ગૌરવ જ નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો…

ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે.આ સાંસ્કૃતિક ધરોહર માત્ર આપણા ભવ્ય ઇતિહાસનું ગૌરવ જ નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત, જીવનમૂલ્યોનો આધાર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક આત્મવિશ્વાસનું પ્રતીક છે.આ અમૂલ્ય વારસાને જાળવીને તેને આધુનિક અભિગમ સાથે નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી દ્વારકામાં શ્રી કૃષ્ણ સંગ્રહાલયનું નિર્માણ થઈ રહ્યું છે.

દ્વારકાધીશ મંદિરથી આશરે 1.6 કિલોમીટરના અંતરે કુલ રૂૂ 92.70 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલું શ્રી કૃષ્ણ સંગ્રહાલય રાજ્ય સરકારનો મહત્ત્વાકાંક્ષી સાંસ્કૃતિક પ્રકલ્પ છે.આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર, તેમની દિવ્ય લીલાઓ, તેમના તત્ત્વજ્ઞાન અને ભગવદ્ ગીતાના જીવનોપયોગી સંદેશને એક જ સ્થળે, સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે રજૂ કરવાનો છે.

સંગ્રહાલયમાં શ્રી કૃષ્ણના જીવનના અનુરૂૂપ વિવિધ નવ થીમ આધારિત ગેલેરીઓનું નિર્માણ થઈ રહ્યું છે.આ ઉપરાંત વિશેષ લેન્ડસ્કેપ વિસ્તાર,કમળ તળાવ, લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શો અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે.આ તમામ વ્યવસ્થાઓ સંગ્રહાલયને જ્ઞાન, સૌંદર્ય, આધ્યાત્મિકતા અને મનોરંજક શૈક્ષણિક અનુભવનું સંયુક્ત કેન્દ્ર બનાવવામાં સહાયક બનશે.

આગામી સમયમાં શ્રી કૃષ્ણ સંગ્રહાલય પ્રવાસીઓ માટે ધાર્મિક દર્શનની સાથે સાંસ્કૃતિક અભ્યાસ, ઇતિહાસની સમજ અને આધુનિક ટેકનોલોજી આધારિત અનુભવનું કેન્દ્ર બનશે. આવા પ્રકલ્પોથી સ્થાનિક પ્રવાસનને વેગ મળવાની, પરિવહન, હસ્તકલા, સ્થાનિક વેપાર અને આતિથ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નવી તકો મળવાની સંભાવના છે. શ્રી કૃષ્ણ સંગ્રહાલયનું વિશેષ આકર્ષણ તેની નવ થીમ આધારિત ગેલેરીઓ હશે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના તત્ત્વજ્ઞાનના અલગ-અલગ આયામોને રજૂ કરવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી શરૂૂ થતી આ યાત્રામાં તેમની બાળલીલાઓ, ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિય નાગનું મર્દન અને રાસલીલા જેવા પ્રસંગોને વિશેષ સ્થાન મળશે. આ ઉપરાંત મથુરા ગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં શ્રીકૃષ્ણની નિર્ણાયક ભૂમિકા પણ રજૂ કરાશે.

શ્રી કૃષ્ણ સંગ્રહાલયમાં આ બાબતને ધ્યાનમાં રાખીને અદ્યતન ડિજિટલ અને ઇમર્સિવ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3ઉ પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઓસ્ક અને મોશન સેન્સર આધારિત અનુભવો દ્વારા મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો સાથે વધુ નજીકથી જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. થીમેટિક લાઇટિંગ, સાઉન્ડસ્કેપ, ડિજિટલ સ્ટોરીટેલિંગ અને મલ્ટીમીડિયા પ્રોજેક્શનના સંકલનથી સંગ્રહાલયની મુલાકાત એક વિશિષ્ટ અનુભૂતિ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *