મૃતક પ્રૌઢ એકલવાયું જીવન જીવતા હતા : ફોરેન્સિક પીએમ કરાવાયું
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક પ્રૌઢ એકલવાયુ જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વીરડા વાજડી ગામે મફતીયાપરામાં રહેતા રોહિતભાઈ ધીરજલાલ જાદવ (ઉ.52) નામના પ્રૌઢની તેના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહ ત્રણેક દિવસથી પડયો હોવાથી કોહવાઈ ગયો હોય જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સી પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક રોહિતભાઈના પિતા ધીરજલાલ અગાઉ જૂનાગઢમાં હેડ કોન્સ્ટેબલ હતાં. જેઓ હાલમાં હયાત નથી તેમના માતા લંડનમાં રહે છે. મૃતક વીરડા વાજડી ગામે રહી હોટલમાં કામ કરી ગુજરાન ચલાવતા હતાં તેઓ એકલવાયુ જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે.
