પાટડી તાલુકાના અખિયાણા સીમ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. બજાણા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ઉત્તરપ્રદેશના નેત્રપાલ મૌર્ય (32) તરીકે થઈ છે. તે અખિયાણામાં આવેલી પેપકો ફૂડ ફેક્ટરીમાં નોકરી કરતો હતો.
પોલીસના અંદાજ મુજબ મૃતદેહ આશરે 5 દિવસ જૂનો છે. મૃતકનું મોત કુદરતી છે કે હત્યા થઈ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂૂ કરી છે. બજાણા પોલીસે મૃતદેહને પ્રથમ પાટડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ત્યારબાદ પેનલ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.થોડા દિવસો પહેલા ઝીંઝુવાડા રણ વિસ્તારમાં પણ એક અજાણ્યા યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. હવે અખિયાણા સીમ વિસ્તારમાં બીજો મૃતદેહ મળતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
