કોર્પોરેશને આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે 18 સ્થળે 750થી વધુ વૃક્ષનું વાવેતર કર્યુ

હરિયાળુ રાજકોટ-સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર કરવા નવા પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને અપીલ વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા રાજકોટના…

હરિયાળુ રાજકોટ-સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર કરવા નવા પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને અપીલ

વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા રાજકોટના સંકલ્પને સાકાર કરવા માટે શહેરના ત્રણેય ઝોનના તમામ વોર્ડ વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પર્યાવરણ જાળવણી, હરિયાળી વધારવા અને નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના વિવિધ જાહેર સ્થળો, બગીચાઓ, ખુલ્લી જગ્યાઓ, માર્ગ કિનારા તેમજ અન્ય યોગ્ય સ્થળોની પસંદગી કરી, વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો, વોર્ડ કમિટીના સભ્યો, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી.

વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા નથી, પરંતુ હવામાન પરિવર્તનના પડકારો સામે લડવામાં, વાયુ પ્રદૂષણ ઘટાડવામાં, ભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને ભાવિ પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં પણ મહત્વનો ફાળો આપે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હરિયાળી વધારવાના સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણી, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, પાણીનું સંરક્ષણ અને સ્વચ્છતા જાળવવા અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને પોતાના ઘર, શાળા, કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની નિયમિત સંભાળ રાખવા અનુરોધ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદ, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા આ અભિયાનમાં સહભાગી બની “હરિયાળું રાજકોટ – સ્વચ્છ રાજકોટ”ના સંકલ્પને સાકાર કરવા અપીલ કરવામાં આવે છે.

આટલા સ્થળે કરાયું વૃક્ષારોપણ
કલ્પનાચાવલા મેમોરિયલ ગાર્ડન (મહિલા ગાર્ડન) રેસકોર્ષ સંકૂલ,સ્વિમિંગ પુલની બાજુમાં, વોરા સોસાયટી, જામનગર રોડ, વુમેન પ્લાન્ટેશન પ્લોટ શરણમ હાઇટ્સ, રેલનગર, નરેન્દ્રકુવરબા સ્કુલ, કરણપરા ચોક, કૃષ્ણનગર ગાર્ડન, કૃષ્ણનગર શેરી નં.3, સ્વામિનારાયણ ચોક, શેઠ હાઇસ્કૂલ, ખોડિયાર સોસાયટી ગાર્ડન, ખોડિયાર સોસાયટી, ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં, હુડકો સોસાયટી વેનુહોટલ સામે કોઠારીયા રોડ, સ્માર્ટ સીટી જોડિયા હનુમાન, સુએજટ્રીટમેન્ટ પાસે અટલ સરોવર રોડ, સોજિત્રાનગર પાણીના ટાંકા પાસે, ન્યુ બાલમુકુન્દ ગાર્ડન, દર્શન પાર્ક, સાધુ વાસવાણી ગાર્ડન, ભગતસિંહ ગાર્ડન આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, 48 એવેન્યુ પ્લોટ, જેટકો ચોકડી પાણીના ટાંકા પાછળ, ન્યુ આકાશદીપ ગાર્ડન 40 ફૂટ રોડ બાપા સીતારામ ચોક પાસે મવડી, સેટેલાઈટચોક બ્રહ્માણી પાર્ક 1, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, જૂની રંગોળી બેકરીની બાજુમાં, કેયૂર પાર્ક, પુજીત રૂૂપાણી ટ્રસ્ટ ભાવનગર રોડ પુજીત રૂૂપાણી ટ્રસ્ટ પાસેનું બાળ ક્રીડાગણ, રામવન આજીડેમની બાજુમાં ,કિશાન ગૌશાળાની સામે, નંદાહોલ કોઠારીયા રોડ, કોઠારીયા ગાર્ડન

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *