સુપેડીના મુરલીમનોહર મંદિરનો વિવાદ ફરી ચગ્યો

ગ્રામજનો અને મંદિરના સંતો-મહંતો-સેવકો આમને-સામને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિરનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. ગ્રામજનો અને મંદિરના…

ગ્રામજનો અને મંદિરના સંતો-મહંતો-સેવકો આમને-સામને

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિરનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. ગ્રામજનો અને મંદિરના મહંત-સેવકો આમને સામને આવી જતા સમગ્ર મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. લાંબા સમયથી ચાલતા આ વિવાદને લઈને ગામમાં ફરી તણાવનો માહોલ સર્જાયો છે.
ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર અને ગ્રામજનો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ઉગ્ર બન્યો હતો, જ્યાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરી ગામ સ્વયંભૂ બંધ રાખ્યું હતું તેમજ ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ચૂંટણી દરમિયાન મંદિરના મહંત રવિદાસ બાપુ અજ્ઞાતવાસમાં ગયા હોવાનું ચર્ચાતું હતું. હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર મહંત અને સેવકો મંદિર ખાતે પહોંચતા વિવાદે નવું સ્વરૂૂપ ધારણ કર્યું છે.

પોલીસ તંત્ર દ્વારા મહંત રવિદાસ બાપુને પોલીસ મથકે લઈ જવાતા તેમના સમર્થનમાં પરિવારજનો ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સાથે ધોરાજી તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. બીજી તરફ સુપેડી ગામના ગ્રામજનોએ ગામના ચોરાહે ભેગા થઈ મંદિરના મહંત અને સેવકોનો વિરોધ નોંધાવ્યો હતો.

ગામજનોએ આક્ષેપો સાથે સ્પષ્ટ જણાવ્યું હતું કે મહંત અને સેવકોને મંદિર પ્રવેશ ન અપાય. છેલ્લા ઘણા સમયથી ધોરાજી પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહી છે, છતાં વિવાદનો કોઈ અંત દેખાતો નથી. એક તરફ ગ્રામજનો પોતાની માંગ પર અડગ છે તો બીજી તરફ મહંત અને સેવકો પણ પોતાના પક્ષ પર મક્કમ છે. હવે આ વિવાદનો અંત ક્યારે આવશે અને સત્ય કોના પક્ષે છે તે આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *