14 વર્ષથી નીચેના બાળકોને ધાર્મિક અથવા બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતી તમામ સંસ્થાઓના રજિસ્ટરેશન, રેગ્યુલેશન અને મોનિટરિગ બાબતે ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. અરજદાર એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા રજૂઆત થઈ હતી કે, આ બાબતે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય સમક્ષ 10 ફેબ્રુઆરીના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે કોર્ટે યોગ્ય નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપી પીટિશનનો નિકાલ કર્યો હતો.
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે હાલના તબક્કે અરજીને ગ્રાહ્ય રાખવાનો ઈનકાર કર્યો હતો અને સરકાર સમક્ષ થયેલી રજૂઆતના પરિણામની રાહ જોવા જણાવ્યુ હતું. આ સાથે કોર્ટે નોંધ્યુ હતું કે, અગાઉ પણ આ પ્રકારની અરજી અરજદાર તરફથી થઈ હતી અને સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાના બદલે ઉચિત સત્તામંડળનો સંપર્ક કરવાની છૂટ આપી હતી. અગાઉની કાર્યવાહીનો સંદર્ભઆપતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે ઠરાવ્યુ હતું કે, કેન્દ્ર સમક્ષ રજૂઆત કર્યાને ત્રણ મહિનાનો સમય વીત્યો છે.
અરજદાર પ્રથમ વખત કેન્દ્ર સમક્ષ રજૂઆત કર્યા વગર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને અને ત્યારબાદ કોર્ટના નિર્દેશથી સરકાર સમક્ષ હોવાનું સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું. પોતાની વર્તમાન અરજીને રીપ્રેઝન્ટેશન તરીકે ગ્રાહ્ય રાખવા અરજદારે રજૂઆત કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, આ મામલે સક્ષમ સત્તામંડળે પ્રથમ નિર્ણય લેવાનો છે.
રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાક્રમમાં વધુ સમય ન વીત્યો 14 વર્ષથી નીચેના બાળકોને ધાર્મિક અથવા બિન સાંપ્રદાયિક શિક્ષણ અથવા સૂચનાઓ આપતી સંસ્થાઓના રજિસ્ટ્રેશન, રેકોગ્નિશન, સુપરવિઝન અને મોનિટરિગ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવા અરજીમાં રજૂઆત થઈ હતી.
