Connect with us

Uncategorized

એક નહીં પાંચ વર્ષના પ્લાનિંગ સાથે રજૂ થશે બજેટ

Published

on

ખાનગી રોકાણો અને ગરીબી દૂર કરવા ઉપર મુખ્ય ફોકસ, 5 ટ્રિલિયન ઇકોનોમીનું લક્ષ્ય

કેન્દ્રીય બજેટની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સરકારની યોજના છે કે આવતા અઠવાડિયે રજૂ થનાર બજેટ માત્ર ચાલુ નાણાકીય વર્ષ માટે જ નહીં હોય.
જાણકારો અનુસાર આ બજેટને આગામી પાંચ વર્ષના પરિપ્રેક્ષ્યમાં લેવામાં આવશે. સરકાર આ બજેટ દરમિયાન પોતાની પોલિસીની બ્લુ પ્રિન્ટ રજૂ કરશે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ બજેટમાં આગામી 5 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવશે.


સરકારની યોજના છે કે બજેટની બ્લુ પ્રિન્ટમાં રોજગાર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. રોજગાર આપવા માટે વિશેષ પ્રોત્સાહન આપવા જેવી દરખાસ્તો પર ચર્ચા થઈ શકે છે.
સરકાર ખાનગી રોકાણ વધારવા પર ધ્યાન આપી શકે છે. આ અંતર્ગત ઈન્સેન્ટિવ સ્કીમનો વ્યાપ પણ વધારી શકાય છે.


બ્લુ પ્રિન્ટમાં ગ્રીન ઈકોનોમી પર ખાસ ભાર મૂકવામાં આવશે. દેશમાંથી ગરીબી દૂર કરવા અને પાયાની સુવિધાઓ આપવા માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરી શકાય તેમ છે.


જાન્યુઆરી 2023માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2024-25માં 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે.


ઉપરાંત, આ દાયકાના અંત સુધીમાં તે બમણું થઈને 10 ટ્રિલિયન ડોલર થઈ જશે. હાલમાં ભારતીય અર્થતંત્રનું કદ આશરે 3.7 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે.


પુરીએ કહ્યું હતું કે, આપણે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ છીએ.
મને લાગે છે કે આગામી 1-2 વર્ષમાં આપણે માત્ર ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા જ નહીં બનીશું પરંતુ તેનાથી પણ આગળ વધીશું.


ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજમાં વધારો કર્યો છે. આનું કારણ મંગળવારે આઇએમએફ એ ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખાનગી વપરાશમાં સુધારો દર્શાવ્યો હતો. આઇએમએફના તાજેતરના અંદાજમાં જીડીપી વૃદ્ધિ દર 6.5% થી વધારીને 6.8% કરવામાં આવ્યો છે.
જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 6.8% થી વધારીને 7% કર્યું છે. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં ખાનગી વપરાશમાં સુધારાને કારણે અગાઉ એપ્રિલમાં આઇએમએમ એ જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5% થી વધારીને 6.8% કર્યો હતો.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

ગોંડલમાં ખાડામાં દાટેલી નવજાત બાળકની લાશ મળી

Published

on

By

ગોંડલ નજીક નદીના કિનારે ખાડામાં દાટેલ નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ભૃણને દાટી દેનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાનો વિડીયો પણ સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો.


ગોંડલની નદી કિનારે ખાડામાં દટાયેલો નવજાત શિશુ નો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરીછે.કોઈ એ અવૈધ સબંધ માં પાપ છુપાવવા નવજાત શિશુ ને દાટી દઇ કૃત્ય કર્યુ કે બીજી કોઈ કહાની છે તે અંગે પોલીસે તપાસ નાં ચક્રોગતિમાન કર્યા છે.સિવિલ હોસ્પિટલ સામે નદીનાં કિનારે ખાડા માં દટાયેલી હાલત નો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડને વાઇરલ વિડીઓની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.


બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝન પી.આઈ એ.સી. ડામોર સહિત સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો. પોલીસે ખાડામાં દાટી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અધુરા માસે જન્મેલા નવજાત શિશુ ને ખાડો ખોદી દાટી દેવાયુ હતુ.કોઇ પ્રસુતા ને અધુરા માસે બાળક નો જન્મ થયા બાદ તેને અજ્ઞાનતા થી નદી કાંઠે દફનાવાયું છે કે પાપ છુપાવવા કૃત્ય કરાયુ તે અંગે સમગ્ર બનાવને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Uncategorized

મોરબીમાં મૈત્રીકરારથી રહેતી યુવતીએ હાથમાં છરકા કર્યા, જીવ ન ગયો તો ટ્રક હેઠળ ઝંપલાવવા પહોંચી!

Published

on

By

181 અભયમની ટીમે યુવતીની પૂછપરછ કરતા કહ્યું, પાર્ટનર-ચારિત્ર્ય પર શંકા કરે છે

મોરબીમાં લીવ ઇનમાં રહેતી યુવતી પર તેના જ પાર્ટનરે શંકા કરતાં તેને લાગી આવ્યું હતું અને પહેલાં તેણે હાથમાં તીક્ષ્ણ હથિયારથી છરકા માર્યા હતા અને તોય જીવ ન ગયો તો ટ્રક હેઠળ ઝંપલાવવા પહોંચી હતી, આ અંગે 181ને જાણ કરાતાં ટીમ દોડી ગઇ હતી અને યુવતી સાથે સમજાવટથી કામ લીધું હતું અને જીવ બચાવ્યો હતો. નોંધનીય બાબત એ હતી કે યુવતિ જે વ્યક્તિ સાથે લીવ ઇન પાર્ટનરશીપમાં રહેતી હતી એ વ્યક્તિએ જ 181 ટીમને જાણ કરી હતી અને યુવતી ટ્રક હેઠળ જીવ દેવા જઇ રહી છે તેમ જણાવ્યું હતું. જો કે ટીમે સમજાવટથી કામ લઇ યુવતીનો જીવ તો બચાવ્યો જ હતો અને સાથે મૈત્રી કરારને કોઇ કાયદાકીય ઓળખ મળતી નથી તેમ સમજાવી યોગ્ય નિર્ણય પર આવવા સમજાવી હતી.


મોરબી 181 મહિલા અભયમની ટીમને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની અને તેને મદદની જરૂૂર હોવા અંગે જણાવ્યું હતું આથી 181 ટીમના કાઉન્સિલર બીનાબેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિબેન,પાયલોટ જીગર ભાઈ મદદ માટે સ્થળ પર પહોંચ્યા હતા અને પીડિતાના હાથમાં ઇજાના નીશાન દેખાયા હતા. આથી તેને સારવારનું કહેતાં તેણે કહ્યું કે મારે સારવાર નથી કરાવવી, મરી જવું છે.
આટલું કહી પીડિતાએ રોડ તરફ દોટ મૂકી હતી અને બાદમાં તેને બચાવી ને સમજાવવામાં આવી જેમાં યુવતીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિએ 181 પર કોલ કરેલ તેની સાથે 14 વર્ષથી લિવ ઇન રીલેશનશિપમાં રહે છે જેમાં કાલે પીડિતાના પુરુષ મિત્ર ઘરે આવ્યા તેમાં પાર્ટનરને વાંધો પડ્યો હતો અને શંકા કરતાં પીડિતાને જીવવું દુષ્કર લાગ્યું હતું અને પહેલાં તેણે ચાકુ વડે હાથમાં છરકા કર્યા હતા અને તો પણ જીવ ન જતાં ટ્રક નીચે આવીને આત્મહત્યા કરવા માટે દોટ મૂકી હતી.


આથી અભયમની બહેનોએ યુવતીની સમજાવટ કરી હતી અને હાથમાં લાગેલી ઇજાની સારવાર કરાવવા પણ તાકીદ કરી હતી તેમજ બાદમાં તેને કાઉન્સિલિંગ માટે મોરબીમા આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાં સોંપી દેવામાં આવી હતી. નોંધનીય છે કે હવે લગ્નના બંધનના બદલે યુવતીઓ લીવ ઇનમાં રહીને કારકિર્દીને પણ સાચવીને આગળ વધવા માગતી હોય છે તેમાં આાવા સંબંધો લાંબુ ભવિષ્ય આપતા નથી.

Continue Reading

Uncategorized

બનાવટી દસ્તાવેજ બનાવી નાઘેડીનાં ખેડૂત સાથે ત્રણ શખ્શએ કરી રૂા.17.11 લાખની ઠગાઇ

Published

on

By

પડોશમાં જ રહેતા જમીન દલાલ સહિત ત્રણ સામે ગુન્હો

જામનગર નજીક નાઘેડીમાં રહેતા એક ખેડૂત સાથે છેતરપિંડી થઈ છે, અને તેના પાડોશમાં જ રહેતા જમીન દલાલ સહિતના ત્રણ શખ્સોએ કાલાવડ પંથકના અન્ય એક ખેડૂતની જમીન કે જેના ખોટા દસ્તાવેજો ઉભા કરી બોગસ માલિકો તૈયાર કરીને ખેડૂત પાસેથી જમીનના સોદા પેટે 17 લાખ 11 હજારની રોકડ રકમ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક નાઘેડી વિસ્તારમાં ગ્રીનવીલા ફૂડ રિસોર્ટમાં રહેતા અને મૂળ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વતની રાજાભાઈ દેવાભાઈ નંદાણીયા નામના 50 વર્ષના ખેડૂતે પોતાની સાથે જમીનના વેચાણના બહાને છેતરપિંડી કરી રૂપિયા 17,11,000 ની રોકડ રકમ પડાવી લેવા અંગે પોતાના પાડોશ માજ રહેતા જમીનના દલાલ રમેશ ચનાભાઈ કરમુર ઉપરાંત ગોકુલ નગરમાં રહેતા ઘનશ્યામસિંહ સોઢા અને ખારા બેરાજામાં રહેતા મનસુખ ભીખાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી રાજાભાઈ ને તેના પાડોશમાં જ રહેતા જમીન દલાલ રમેશભાઈએ કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે આવેલી એક ખેતીની જમીન કે જે 21 વીઘા છે, જે વેચાણ કરવાની હોવાનું જણાવ્યું હતું. જેથી તેને સાથે રાખીને સૌપ્રથમ જમીન જોઈ હતી, અને 3,51,000 માં એક વીઘાનો સોદો કરવા માટેની વાતચીત થઈ હતી.


ત્યારબાદ આ જમીન ખરીદવા માટે તેઓએ ઘનશ્યામસિંહ સોઢા અને મનસુખભાઈ ભરવાડ કે જેઓ પોતે મૂળ માલિક ન હોવા છતાં જગ્યાના માલિક અશોકભાઈ દોંગા અને દેવશીભાઇ દોગા નામ ધારણ કરીને ફરીયાદી ખેડૂતને મળ્યા હતા, અને જમીનના ત્રણ લાખ 31 હજારના વિઘા ના ભાવે સોદો કરી લીધો હતો. જે અનુસાર ફરિયાદી રાજાભાઈ પાસેથી 17 લાખ અગિયાર હજારની રકમ મેળવી લઈ ખોટા નામ ધારણ કરીને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને આપ્યા હતા.


ત્યારબાદ ખેડૂત રાજાભાઈએ જમીન બાબતેની તપાસ કરાવતાં આ જમીનના માલિક બીજા હોવાનું અને પોતાની સાથે ખોટા દસ્તાવેજો બનાવીને દલાલ સહિતના ત્રણેય વ્યકિતએ છેતરપીડી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે ત્રણેયના મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ ત્રણેયને શોધી રહી છે.

Continue Reading
રાષ્ટ્રીય11 hours ago

દિલ્હીના સીએમ આવાસને કરાયું સીલ,આતીશિની વસ્તુઓ બહાર ફેક્વાનો આપનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

મનોરંજન11 hours ago

‘ભૂલ ભુલૈયા 3’માં ‘મંજુલિકા’ના કમબેકથી ખુશ વિદ્યા બાલન,જાણો કોણે શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રીય11 hours ago

ચકચારી રૂપ કંવર સતી કેસના 37 વર્ષ બાદ આવ્યો કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ નિર્દોષ, પતિની ચિતા સાથે યુવતીને જીવતી સળગાવી

ગુજરાત11 hours ago

હોલસેલ વેપારીઓને ત્યાં મનપા ત્રાટક્યું, વધુ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

ગુજરાત11 hours ago

લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત

ગુજરાત11 hours ago

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

ગુજરાત11 hours ago

હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ

ગુજરાત11 hours ago

જાહેર માર્ગો પર નડતરરૂપ 584 રેંકડી, કેબિન, બોર્ડ-બેનરો જપ્ત

આંતરરાષ્ટ્રીય11 hours ago

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

ગુજરાત11 hours ago

રાજકોટ રેલવે ડિવિઝન પર 1.16 લાખ મુસાફરોએ QR કોડ દ્વારા બુક કરી 1.33 કરોડની ટિકિટો

રાષ્ટ્રીય1 day ago

આવતા અઠવાડિયે આવશે દેશ માં સૌથી મોટો આઈપીઓ ,તો જાણો કેટલી હશે એક શેરની કિંમત

ગુજરાત2 days ago

વડોદારામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ VIDEO

મનોરંજન1 day ago

માંડ માંડ બચી તુલસી કુમાર!!! શૂટિંગ દરમિયાન સિંગર પર પડી દીવાલ, જુઓ VIDEO

રાષ્ટ્રીય15 hours ago

પોલીસની હાજરીમાં જ ભાજપના ઘારાસભ્યને માર્યો ફડાકો, જુઓ VIDEO

રાષ્ટ્રીય2 days ago

ચૂંટણીના પરિણામો વચ્ચે શેર બજારમાં તેજી, Nifty 100 પોઈન્ટથી વધુ તો સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો

ગુજરાત1 day ago

ગરબા રમવા બાબતે પિતાએ ઠપકો આપતા નવપરિણીત પુત્રએ ફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યો

ગુજરાત1 day ago

કોઠારિયા રોડ ઉપર બાઇક અકસ્માતમાં વેપારીનું મોત

ગુજરાત1 day ago

RTO દ્વારા ટુ વ્હિલર માટે GJ-03-NSમાં ગોલ્ડન તથા સિલ્વર નંબરનું ઓક્શન

આંતરરાષ્ટ્રીય1 day ago

શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, ઈઝરાયલને ઘેરવાની તૈયારી?

ગુજરાત1 day ago

દાઢીના ઓપરેશનમાં ખામી રાખી દીધાની ઐશ્ર્વર્ય હોસ્પિટલના તબીબો સામે પોલીસમાં અરજી

Trending