પ્રથમ બોલિંગનો નિયમ પાક. કેપ્ટન સલમાનને ભારે પડયો

આ મેદાનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનું પલ્લું ભારે રહ્યું છે શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup…

આ મેદાનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનું પલ્લું ભારે રહ્યું છે

શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ના મહામુકાબલામાં ભારત સામે પાકિસ્તાનની 61 રને કારમી હાર થઈ છે. આ પરાજય પાછળ પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાનો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય મુખ્ય કારણ માનવામાં આવે છે. મેદાનના આંકડા અને પિચની સ્થિતિને સમજવામાં નિષ્ફળ રહેલા કેપ્ટનના આ એક નિર્ણયને કારણે પાકિસ્તાની ટીમ દબાણમાં આવી ગઈ અને 176 રનના લક્ષ્યાંક સામે માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી જે વ્યૂહાત્મક રીતે મોટી ભૂલ સાબિત થઈ.

કોલંબોના આ મેદાન પર ચાલુ વર્લ્ડ કપના રેકોર્ડ્સ પર નજર કરીએ તો, અહીં રનનો પીછો કરવો અત્યંત મુશ્કેલ રહ્યો છે. અત્યાર સુધી આ મેદાન પર રમાયેલી તમામ 4 મેચોમાં બીજા ક્રમે બેટિંગ કરનારી ટીમ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે અને દરેક વખતે ઓલઆઉટ થઈ છે. જો પાકિસ્તાને આ આંકડાઓને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ કરી હોત, તો મેચનું પરિણામ કદાચ અલગ હોઈ શકત. કેપ્ટન દ્વારા બોલિંગમાં કરવામાં આવેલા ફેરફારો અને ફિલ્ડિંગ ગોઠવણી પણ પ્રશ્નાર્થ રહી હતી. ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની સ્પિન એટેકનો મજબૂતીથી સામનો કર્યો, જે આખરે પાકિસ્તાન માટે હારનું કારણ બન્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *