વિસાવદરનો જંગ જામશે, ‘બાપુ’ની પાર્ટીમાંથી લાલજી કોટડિયા મેદાનમાં

વિસાવદરની પેટાચૂંટણી નવો રાજકીય વળાંક લઈ રહી છે. આ ચૂંટણી પર સૌની નજર છે. ત્યારે વિસાવદર પેટાચૂંટણી પર વધુ એક પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ છે.…

વિસાવદરની પેટાચૂંટણી નવો રાજકીય વળાંક લઈ રહી છે. આ ચૂંટણી પર સૌની નજર છે. ત્યારે વિસાવદર પેટાચૂંટણી પર વધુ એક પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ છે. શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. જાંબુડીના સરપંચ લાલજી કોટડીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી વિસાવદર પેટાચૂંટણીમાં સક્રિય બની છે. વિસાવદરની પેટાચૂંટણી ફરી એક ઐતિહાસિક સમયગાળો બની રહેશે તેવું લાગી રહ્યું છે. કેશુભાઈ પટેલના ગઢમાં પેટાચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાનું મોટું સંમેલન યોજાયું હતું. જેમાં શંકરસિંહ વાઘેલાએ આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં ફરી રાજકીય સમીકરણોમાં ઊથલપાથલની શક્યતા છે.શંકરસિંહ વાઘેલાએ વિસાવદરમાં જીતના નિર્ધાર સાથે ઉમેદવારની જાહેરાત કરી છે. આમ, વિસાવદરની ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટો પોલિટિકલ જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટી એકલા હાથે વિસાવદરની ચૂંટણી લડશે, કોંગ્રેસે ગઠબંધન કરવાની ના પાડી દીધી. ભાજપ ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરે તે શક્યતા ઓછી છે. પરંતુ શંકરસિંહ બાપુ પણ અત્યારથી એક્ટિવ થઈ ગયા છે. વિસાવદરમાં શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલાએ કામ કરવાનું શરૂૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *