શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીનો કાલથી મંગલ પ્રારંભ થશે. માઇભક્તો વિવિધ અનુષ્ઠાનો સાથે નવ દિવસ માતાજીની આરાધના કરશે. આ પાવન દિવસોને અનુલક્ષીને યાત્રાધામ અંબાજી મંદિરે અને ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન, આરતી તથા નવરાત્રીની ધાર્મિક વિધીઓ માટે સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શક્તિપીઠ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે થતા ફેરફાર તેમજ આસો નવરાત્રિ મહોત્સવ 2026ને ધ્યાને રાખી દર્શન તથા આરતીના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવો સમય આસો સુદ-1 (એકમ) (11મી ઓક્ટોબર)થી આસો સુદ-8 (આઠમ, 19મી ઓક્ટોબર) સુધી અમલમાં રહેશે. બીજી તરફ ચોટીલા ખાતે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી 2026 અંતર્ગત ડુંગર ઉપર આવેલા મા ચામુંડાના મંદિરે આરતી, હવનાષ્ટમી અને ભોજન પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રિ 2026 અંતર્ગત ડુંગર ઉપર આવેલા મા ચામુંડાના મંદિરે આરતી, હવનાષ્ટમી અને ભોજન પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ સવારની આરતી: પહેલું નોરતું (11મી ઓક્ટોબર) અને આઠમું નોરતું (18મી ઓક્ટોબર) ના દિવસે સવારની મંગળા આરતી સવારે 4:00 વાગ્યા રહેશે.
જ્યારે નવરાત્રિના બાકીના 7 દિવસ સવારની આરતી સવારે 5:00 વાગ્યા યોજાશે.સવારની આરતીના સમયથી 30 મિનિટ પહેલાં ખોલી દેવામાં આવશે. “સાંજની આરતી: નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે રહેશે. 18મી ઓક્ટોબરના રોજ ડુંગર ઉપર પવિત્ર હવનનું આયોજન થશે અને બપોરે 2:30 વાગ્યે બીડું હોમાશે. તથા નવરાત્રિ દરમિયાન હવનાષ્ટમી સિવાયના બાકીના આઠ નોરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે હવનાષ્ટમીના દિવસે (18મી ઓક્ટોબર) બીડું હોમાયા બાદ બપોરે 3:00 વાગ્યાથી ભોજન પ્રસાદી શરૂૂ થશે.
અંબાજી મંદિરે દર્શન-આરતીનો સમય
* સવારની આરતી: સવારે 7:30થી 8:00 વાગ્યા સુધી
* સવારના દર્શન: સવારે 8:00થી 11:30 વાગ્યા સુધી
* રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
* બપોરના દર્શન: બપોરે 12:30થી 16:15 વાગ્યા સુધી
* સાંજની આરતી: સાંજે 6:30થી 7:00 વાગ્યા સુધી
* સાંજના દર્શન: સાંજે 7:00થી 9:00 વાગ્યા સુધી
