સુરતમાં કોર્પોરેટરો 750ના કિલોના 1,00,000ના ભજીયા ઝાપટી ગયા

સુરત પાલિકામાં દિવાળી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ 350થી 500 રૂૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, ત્યારે…

સુરત પાલિકામાં દિવાળી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ 350થી 500 રૂૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, ત્યારે પાલિકાએ 750 રૂૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવ્યા. આથી, માત્ર ભજીયા પાછળ 1 લાખ રૂૂપિયાનો ખર્ચ થયો હોવાની ચર્ચાએ પ્રજાના પૈસે મોંઘી મિજબાની અને કરકસરના અભાવ પર સવાલો ઊભા કર્યા છે.

સુરત પાલિકામાં પ્રજાના પૈસાનો ખર્ચ કરતી વખતે કરકસરના નિયમો જાણે ભૂલાઈ જતા હોય તેમ દિવાળી પહેલાંની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ બજારમાં 350થી 500 રૂૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, પરંતુ પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકો અને અન્ય લોકો માટે 800 રૂૂપિયા કિલોના ભજીયા મંગાવવામાં આવ્યા હતા. તેમાં પણ માત્ર 50 રૂૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી 750 રૂૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાયા હોવાનું સામે આવ્યું છે. આમ, માત્ર ભજીયા પાછળ જ 1 લાખ રૂૂપિયાની આસપાસનો ખર્ચ થયો હોવાની ચર્ચાએ સવાલો ઊભા કર્યા છે.

સુરતીઓ ખાવાપીવાના શોખીન છે અને તેમાં પણ ભજીયા સુરતીઓની ઓળખ સમાન છે. જોકે, પાલિકાની સામાન્ય સભામાં પીરસાયેલા ભજીયાનો ભાવ સાંભળીને ભજીયાના શોખીનો પણ ચોંકી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવાળી પહેલાં યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં નગરસેવકો ઉપરાંત અધિકારીઓ અને અન્ય હાજર લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં શહેરના સૌથી મોંઘા ગણાતા ભજીયા મંગાવવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. બજારમાં સામાન્ય રીતે 350થી 500 રૂૂપિયા કિલોના ભાવે ભજીયા ઉપલબ્ધ હોવા છતાં 800 રૂૂપિયા કિલોના ભજીયા પસંદ કરવામાં આવ્યા હતા.

આશ્ચર્યની વાત એ છે કે આટલી મોંઘી ખરીદીમાં પણ પાલિકાને કિલોએ માત્ર 50 રૂૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. આમ, 750 રૂૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાતાં તેનું બિલ 1 લાખ રૂૂપિયાની આસપાસ પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ચંદની પડવાના તહેવાર નિમિત્તે સામાન્ય સભામાં ઘારી પણ પીરસવામાં આવી હતી.

ઘારીનો કિલોદીઠ ભાવ પણ ભજીયાની નજીક હોવા છતાં તેનું કુલ બિલ આશરે 20 હજાર રૂૂપિયા હોવાનું કહેવાય છે. તેની સામે માત્ર ભજીયા પાછળ પાંચ ગણો ખર્ચ થયો હોવાની ચર્ચા છે.
પાલિકાની તિજોરીમાં જમા થતા નાણાં પ્રજાના વેરામાંથી આવે છે. ત્યારે સામાન્ય સભાના નાસ્તા માટે બજારભાવ કરતાં આટલા મોંઘા ભજીયા મંગાવવાની જરૂૂરિયાત શું હતી તે સવાલનો જવાબ મળવો જરૂૂરી છે. દિવાળીની ઉજવણીના નામે ખર્ચ કરવામાં વાંધો ન હોઈ શકે, પરંતુ પ્રજાના પૈસે મોંઘી મિજબાની યોજાય અને તેમાં કરકસરનો વિચાર જ ન થાય તો સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. હવે આ ખર્ચને કોણે મંજૂરી આપી અને મોંઘા ભજીયાની પસંદગી કયા આધારે કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *