અરજદારો ત્રાહિમામ, મેયર કારમાંથી ઉતરી સીધા જ સિવિક સેન્ટર પહોંચ્યા

સંબંધિત ડેપ્યુટી કમિશનરને રૂબરૂ સિવિક સેન્ટર દોડાવ્યા, અરજદારોની લાંબી લાઇન જોઇને ‘ઠંડા કલેજે’ સ્ટાફનો ઉધડો લીધો રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે…

સંબંધિત ડેપ્યુટી કમિશનરને રૂબરૂ સિવિક સેન્ટર દોડાવ્યા, અરજદારોની લાંબી લાઇન જોઇને ‘ઠંડા કલેજે’ સ્ટાફનો ઉધડો લીધો

રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલ મુજબની નવી વ્યવસ્થા શરૂૂ કરી છે. કેન્દ્રના આ પોર્ટલમાં ટેકનિકલ એરર આવી જતા અરજદારોની લાંબી લાઇન લાગતી હોવાની પળોજળથી રોજેય અરજદારો હેરાન થાય છે. આજે પણ મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીના સિવિક સેન્ટરમાં અરજદારોની લાંબી લાઇન લાગી હોવાની જાણ થતા જ નવનિયુક્ત મેયર નેહલ શુક્લ કચેરીએ આવીને કારમાંથી ઉતરીને સીધા જ સિવિધ સેન્ટર પહોંચ્યા હતા. ત્યા અરજદારોને રૂૂબરૂૂ મળ્યા હતા. તેમની સમસ્યાઓ સાંભળી હતી. બાદમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને રૂૂબરૂૂ સિવિક સેન્ટર દોડાવ્યા હતા.

મેયર નેહલ શુક્લ આમતો ગઇકાલે પદ સંભાળતાની સાથે જ એકશનમાં આવી ગયા હતા. હોદો ગ્રહણ કર્યાની એક જ કલાકમાં તમામ ડેપ્યુટી કમિશનરો, સિટી ઇજનેરો તેમજ વિભાગીય વડાઓની તાકીદની મિટિંગ બોલાવી હતી. ક્યા પ્રોજકટ કોની પાસે છે? કામ કેટલુ પહોંચ્યુ? ક્યારે પુરુ થઇ શકે તેમ છે? એ સહિતનો પ્રોગેસ રિપોર્ટ ત્રણ જ દિવસમાં આપવાનો આદેશ કર્યો હતો.

આજે બીજા દિવસે મેયરને એવી ફરિયાદ મળી હતી કે, સિવિક સેન્ટરમાં લાંબી લાઇનો લાગી છે. જન્મ-મરણના દાખલા કઢાવવામા અરજદારોની ભીડ લાગી છે. મેયર મનપા કચેરીએ આવ્યા ત્યારે કારમાંથી ઉતરીને સીધા જ સિવિક સેન્ટર પહોંચ્યા હતા. જ્યા લાઇનમાં હેરાન થતા અરજદારો સાથે વાતચીત કરી હતી. શા માટે આટલી મોટી લાઇન લાગી છે? તેનુ કારણ જન્મ-મરણ શાખાના અધિકારી પરિક્ષિત જોષીને પુછયુ હતુ. ત્યારબાદ જન્મ-મરણ વિભાગ જેમની પાસે આવે છે તે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને ફોન કરીને રૂૂબરૂૂ સિવિક સેન્ટર આવવા જણાવ્યા હતુ.

સૂચનાનું પાલન ન થાય ત્યાં સુધી ડેપ્યુટી કમિશનરને સ્થળ પર જ હાજર રખાયા
અરજદારોને બેસવા માટે સિવિક સેન્ટરમાં મહતમ સમાય શકે તેટલી ખુરશી, પીવાનું ઠંડુ પાણી, લાઇનમાં ઉભા રહેતા અરજદારો માટે છાંયડો કરવા સહિતની સુચનાઓ આપવામા આવી હતી એ મુજબ તમામ વ્યવસ્થા થઇ જાય ત્યા સુધી ડેપ્યુટી મેયર ચેતન નંદાણીને સ્થળ પર જ હાજર રહેવા મેયર નેહલ શુક્લે સુચના આપી હતી. ડેપ્યુટી કમિશનરની નિગરાની હેઠળ તમામ વ્યવસ્થા ગણતરીની મિનિટોમાં થવા લાગી.

‘એક કલાકમાં લાઇન ન હોવી જોઇએ’ મેયરનો આદેશ છૂટતા જ સ્ટાફમાં અચાનક ‘સ્ફ્રૂર્તિ’ આવી ગઇ!
જે કામ માટે સમય પસાર કરવામા આવતો હોય એ કામ મેયરનો આદેશ છૂટતા જ વિજળિક વેગે થવા લાગ્યુ! બન્યુ એવુ કે મેયર જ્યારે મનપા કચેરીએ આવ્યા ત્યારે સીધા જ સિવિક સેન્ટર પહોંચ્યા હતા. મેયરને અચાનક જોઇને ઓપરેટર સ્ટાફ અને જન્મ-મરણ સહિતની કામગીરી સંભાળતા અધિકારીઓ બેબાકળા થઇ ગયા હતા. અરજદારોની લાંબી લાઇન જોયને મેયર સીધા જ લાઇન પાસે પહોંચ્યા હતા. કોણ કેટલા સમયથી લાઇનમાં ઉભા છે? ક્યા કામથી આવ્યા છો? તેવુ પુછયા બાદ આટલી લાંબી લાઇન કેમ લાગે છે? તેનુ કારણ અધિકારીને પુછયુ હતુ. કારણ જે કંઇ પણ હોય, એક કલાકમાં લાઇન ક્લીયર જોઇએ તેવો આદેશ છૂટતા જ સ્ટાફમાં અચાનક જ સ્ફ્રુતિ આવી ગઇ હતી.

ઓપરેટર ઘટતા હોય કે કોમ્પ્યુટર, કારણ જણાવો, સમસ્યાનું સમાધાન થઇ જશે
જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લાંબી લાઇન લાગવા પાછળ અધિકારી પરિક્ષિત જોષીએ કેટલાક ટેકનિકલ વ્યાજબી કારણ આપ્યા હતા. નવા પોર્ટલમાં લોગીનના લોચા, કોમ્પ્યુટર સિસ્ટમ અને ઓપરેટર સ્ટાફની ઘટ સહિતના કારણો સામે આવતા જ મેયર નેહલ શુક્લે કહ્યુ હતુ કે, કેટલી કોમ્પ્યુટર સિસ્ટમ અને ઓપરેટરની જરૂૂરિયાત છે તે કહો. ઘટ પુરી થઇ જશે. દરેક સમસ્યાનું સમાધાન હોય જ. અરજદારોનો સમય વેડફાવો ન જોઇએ.

તાબડતોબ આટલી સુવિધા પાટે ચડાવી
અરજદારો માટે મહતમ સમાય શકે તેટલી ખુરશીઓ મુકાવડાવી
પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરાવી
હેલ્પ ડેસ્ક તેમજ અન્ય વહીવટી વ્યવસ્થામાં સુધારો લાવવા સુચના અપાઇ
ટોકન આપવાથી માંડી અરજદારનું કામ પુરુ ન થાય ત્યા સુધી ઝડપી કામગીરી માટે કડક આદેશ આપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *