સજા રોકવા ટ્રમ્પની અરજી એપેલેટ કોર્ટે પણ ફગાવી

ન્યૂયોર્કની એપેલેટ કોર્ટે મંગળવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. ટ્રમ્પે એપેલેટ કોર્ટને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના મામલામાં…

ન્યૂયોર્કની એપેલેટ કોર્ટે મંગળવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. ટ્રમ્પે એપેલેટ કોર્ટને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના મામલામાં તેમની સજા પર રોક લગાવવા વિનંતી કરી હતી. આ કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

ટ્રાયલ કોર્ટના નિર્ણયને રોકવાનો ટ્રમ્પનો આ છેલ્લો પ્રયાસ હતો. સ્ટેટ એપેલેટ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ ટ્રમ્પને હવે પદના શપથ લેવાના 10 દિવસ પહેલા એટલે કે 10 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે, જોકે ટ્રાયલ જજે સંકેત આપ્યા છે કે ટ્રમ્પને જેલની સજા નહીં થાય.

ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદ સંભાળવાના છે.
આ પહેલા સોમવારે મેનહટન કોર્ટના જજ મર્ચને નિર્ણય મોકૂફ રાખવાની ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી હતી. આ અઠવાડિયે જે કેસમાં ચુકાદો આવવાનો છે તે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવાની ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે. ટ્રમ્પે 2016ની ચૂંટણી દરમિયાન પોતાના સંબંધો વિશે કંઈ ન કહેવાના બદલામાં પૈસા આપ્યા હતા. તપાસમાં આ વાત સાબિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *