સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં કાલે ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ

મતદાન મથકો પર ગરમીને ધ્યાનમાં રાખી છાંયડો, ઓઆરએસ, પાણી અને પ્રાથમિક સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે તા.…

મતદાન મથકો પર ગરમીને ધ્યાનમાં રાખી છાંયડો, ઓઆરએસ, પાણી અને પ્રાથમિક સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે તા. 26 એપ્રિલના રોજ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા-તાલુકા પંચાયતની 156 બેઠકો અને 4 નગરપાલિકાની 128 બેઠકો માટે યોજાનાર ચૂંટણી અંગેની તૈયારીઓ અંગે જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. કલેક્ટર એ પત્રકારોને જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે જણાવતા કહ્યું હતું કે, 26 એપ્રિલના રોજ તાલુકા-જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન થવાનું છે. જેમાં મતદાનનો સમય સવારે 07.00 થી સાંજે 06.00 સુધીનો રહેશે. તમામ મતદારોએ મોડામાં મોડું સાંજે 06.00 પહેલા મતદાન મથકમાં હોવું ફરજિયાત છે.

મતદાન મથકોની સંખ્યા 815 છે. સંવેદનશીલ મતદાન મથકો 360 અને અતિસંવેદનશીલ મતદાન મથકો 9 છે. ચૂંટણીપ્રક્રિયામાં 1850 ઈ.વી.એમ.નો ઉપયોગ થશે અને આશરે 5000 જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. છ તાલુકામાં નિયત સ્થળોએ રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર તેમજ કાઉન્ટિંગ સેન્ટર આવેલા છે.
જિલ્લા-તાલુકા પંચાયત માટે કુલ મતદારો 6,98,646 છે. જ્યારે નગરપાલિકા માટે 2,06,910 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનશે. ત્યારે, ગરમીની ઋતુમાં જ્યાં તડકો આવતો હોય ત્યાં જરુરી વ્યવસ્થા હોય તેવા સ્થળોએ પંડાલ ઉભા કરવામાં આવ્યાં છે. જેથી મતદારોને તડકાથી રક્ષણ મળે. દરેક મતદાન મથકમાં પીવાનું પાણી અને ડિહાઈડ્રેશનથી બચાવ માટે ઓ.આર.એસ. જેવી આરોગ્યલક્ષી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર તેમજ એક મદદનીશની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, મતદારોને યોગ્ય વાતાવરણમાં મતદાન કરવાની સુવિધા મળે એ માટે રાજ્ય ચૂંટણીપંચની સૂચના અનુસાર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

તમામ મતદારોએ પોતાનું ચૂંટણી ઓળખકાર્ડ લઈ જવું ફરજિયાત છે. જો ચૂંટણી કાર્ડ ન ધરાવતા હોય તો ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ડ, ઞઈંઉઅઈં દ્વારા આપવામાં આવેલ “આધાર કાર્ડ” સહિત વૈકલ્પીક અન્ય 14 પુરાવાઓનો ઉપયોગ કરી શકાશે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ત્રણ જેટલા કિસ્સાઓમાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ ઉપલબ્ધ છે. કલેક્ટરએ પૂરતા પ્રયાસોથી શાંતિપૂર્વક મતદાન થશે એવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *