ભાડલામાં વેપારી કાકા-ભત્રીજા પર હુમલો કરનાર આરોપી પણ ઘવાયો

  જસદણનાં ભાડલા ગામે લુખ્ખા શખ્સો નશો કરી દુકાન પાસે માથાકુટ કરતાં હોય જેથી તેમને ઠપકો આપતાં વેપારી કાકા ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ…

 

જસદણનાં ભાડલા ગામે લુખ્ખા શખ્સો નશો કરી દુકાન પાસે માથાકુટ કરતાં હોય જેથી તેમને ઠપકો આપતાં વેપારી કાકા ભત્રીજા ઉપર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં ઘવાયેલા ત્રણેય કાકા ભત્રીજાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વળતા પ્રહારમાં ઘવાયેલા પ્રૌઢ રૂૂપિયાની ઉઘરાણી કરવા જતાં માર માર્યો હોવાના આક્ષેપ સાથે સારવારમાં ખસેડાયા છે.

જાણવા મળતી વિગત મુજબ, ભાડલા ગામે રહેતા નાનુભાઈ ભગાભાઈ સરવૈયા (ઉ.55), વિનુભાઈ ભગાભાઈ સરવૈયા (ઉ.52) અને તેનો ભત્રીજો સુરત વશરામભાઈ સરવૈયા (ઉ.23) બપોરે ભાડલા બસ સ્ટેશન પાસે આવેલી દેવકૃપા પાન એન્ડ હોટલ નામની પોતાની દુકાને હતા ત્યારે જયદીપ મોરવાડીયા, કેવલ, દામો, કાળુ અને જયેશે આવી ધોકા પાઈપ વડે હુમલો કરી માર મારતાં ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે વળતા પ્રહારમાં કાળુભાઇ ધીરૂૂભાઇ મોરવાડિયા (ઉ.વ.46) ઉપર વીનું સરવૈયા, નાનું સરવૈયા, નૈમિશ સરવૈયા, અમિત સરવૈયા અને વલ્લભ સરવૈયાએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા કાળુભાઇ મોરવાડિયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અવારનવાર દારૂૂ પી દુકાન પાસે ડખ્ખો કરતાં હોય જેથી વિનુભાઈના કૌટુંબીક ભાઈ રવજીભાઈ સરવૈયા જે માજી ઉપપ્રમુખ હોય તેણે આરોપીઓને ઠપકો આપ્યો હોય જેનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવ્યું હતું. વધુમાં આરોપીઓ ઈજાગ્રસ્ત વિનુભાઈ અને સુરજનો સોનાનો ચેઈન આંચકી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જ્યારે કાળુભાઇ મોરવાડિયાએ જણાવ્યુ હતું કે લક્ષ્મણ સરવૈયાને દોઢ મહિના પહેલા રૂૂ.17 હજાર ઉછીના આપ્યા હતા. જે રૂૂપિયાની ઉઘરાણી કરતા હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને પક્ષે કરવામાં આવેલા આક્ષેપોને પગલે ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *