દિપાવલીના તહેવારો પહેલા સરકારી કર્મચારીઓ દ્વારા થતાં ઉઘરાણા સામે દુકાને દુકાને ફરી વેપારીઓને કરાયા જાગૃત
ગુજરાતમાં લાંચિયા બાબુઓ સામે એસીબી કાર્યવાહી કરી રહી છે, છતાં કેટલાક સરકારી બાબુ ઓ છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને યેનકેન પ્રકારે લાંચ લેતા હોય છે. દિવાળી જેવા તહેવાર પહેલા તો સરકારી બાબુ ઓની ઓફિસ બહાર ગિફ્ટો સાથે નવા વર્ષ ની શુભેચ્છા આપનારા લોકો નો રાફડો ફાટે છે. દિવાળીની મીઠાઈની આડમાં કેટલાક સરકારી બાબુઓ પૈસાના કવર તેમજ મોંઘી ગિફ્ટ લેતા હોય છે. આવા તમામ સરકારી બાબુઓ ઉપર બાજનજર રાખવા માટે એસીબીએ રાજકોટની જુદી જુદી સરકારી કચેરીઓ ઉપરાંત રાજકોટની અલગ અલગ બજારમાં વેપારીઓને રૂૂબરૂૂ મળી કોઈ મફતમાં મીઠાઈ,ડ્રાયફ્રુટ કે ફટાકડા માંગેતો એસીબીને જાણ કરવા અપીલ કરી છે. દિવાળીના તહેવાર પહેલા સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા થતા ઉઘરાણા સામે દુકાને દુકાને ફરી એસીબીની ટીમે વેપારીઓની જાગૃત કર્યા હતા.
એસીબીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કોઈ સરકારી કર્મચારી પોતાના હોદાનો દુરુપયોગ કરી ગીફટો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વારો આવશે. કારણ કે એસીબીની ખાનગી રાહે સરકારી ઓફિસ માં નજર રાખીને બેઠી છે. સમગ્ર રાજ્ય માં એસીબી ની શહેર અને જિલ્લા પ્રમાણે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે..જે દિવાળીના પર્વ માં સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખી રહ્યા છે.અને જો કોઈ સરકારી કર્મચારી આવી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે.
રાજકોટ એસીબીની ટીમે સદર બઝારમાં ફટાકડાના વેપારી ઉપરાંત સોની બઝારના ઝવેરીઓ ધર્મેન્દ્ર રોડ ઉપર આવલે ડ્રાયફ્રૂટના વેપારી તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ મીઠાઈના વેપારીને રૂૂબરૂૂ મળી દિવાળીના તહેવારના નામે કોઈ મફતમાં મીઠાઈ, ફટાકડા, ડ્રાયફ્રૂટ કે અન્ય કોઈ વસ્તુ મફતમાં માંગે તો એસીબીને ટોલફ્રી નંબર 1064 ઉપર ફરિયાદ કરવી તેમજ રાજકોટ મહાનગરપાલિકા, ડીએલઆર કચેરી, કલેકટર ઓફીસ સહિતની કચેરી ઉપર એસીબીની ટીમે ખાસ વોચ રાખશે.
જો કે દર વર્ષે એસીબી દ્વારા સરકારી બાબુઓને ચેતવણી આપવામાં આવે છે છતાં પણ કોઈ ડર રાખ્યા વગર ભેટ સ્વીકારતા હોય છે. હવે સરકારી બાબુ ઓ ગિફ્ટ ના બદલે કીમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતા હોવાનુ સામે આવ્યું છે.ત્યારે હવે એસીબી હવે વેપારીઓને મળી આવી કોઈ બાબત ધ્યાને આવે તો એસીબીમાં ફરિયાદ કે અરજી આવશે તો એસીબી તે અંગે પણ તપાસ કરી જરૂૂરી પુરાવા એકત્ર કરીને કાર્યવાહી કરશે.
જો કોઈ સરકારી કર્મચારી ગિફ્ટ કે અન્ય પ્રલોભન સ્વીકારતો હોવાનું નાગરિકોના ધ્યાનમાં આવે, તો તેઓ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી શકે છે અથવા રાજકોટ એસીબી કચેરીનો રૂૂબરૂૂ સંપર્ક કરી શકે છે.દિવાળીની ભેટના નામે લાંચ આપવી કે સ્વીકારવી બંને કાયદાની નજરે ગુનો બની શકે છે. ત્યારે તહેવારની ખુશીમાં કાયદો ભૂલતા સરકારી કર્મચારીઓ સામે એસીબી નજર હવે વધુ કડક બની છે. દિવાળીના તહેવારો દરમિયાન ગિફ્ટ કે ભેટ-સોગાદોના નામે લાંચ લેતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ, તમામ ફીલ્ડ યુનિટ્સ, ક્ષેત્રીય મદદનીશ નિયામકો અને પોલીસ ઇન્સ્પેક્ટરોને દિવાળીના તહેવાર દરમિયાન ભેટ-સોગાદોના સ્વરૂૂપમાં લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓ પર ગુપ્ત રીતે વોચ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ માટે એસીબીના તમામ પોલીસ સ્ટેશનો ખાતે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.
વધુમાં આવા શંકાસ્પદ અધિકારીઓ અને કર્મચારીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને તેમના નિવાસસ્થાનો પર ગુપ્ત રીતે નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ પણ અધિકારી કે કર્મચારી દિવાળી દરમિયાન ગિફ્ટના સ્વરૂૂપમાં લાંચ લેતા પકડાશે, તો તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
