યાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્ન

જગતમંદિરે તુલસીવિવાહની દબદબાભેર ઉજવણી: ઠાકોરજીની પાલખીનું ગાર્ડ ઓફ ઓનર આપી અદકેરું સન્માન: ઠાકોરજીના બાલ સ્વરૂપ વરઘોડાના દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત…

જગતમંદિરે તુલસીવિવાહની દબદબાભેર ઉજવણી: ઠાકોરજીની પાલખીનું ગાર્ડ ઓફ ઓનર આપી અદકેરું સન્માન: ઠાકોરજીના બાલ સ્વરૂપ વરઘોડાના દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા

યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરે આજ રોજ દેવ ઉઠી એકાદશી ના શુભ દિને તુલસી વિવાહ ની ધામધુમથી પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પટાગણમાં શ્રીજીના નીજ સભા મંડપમાં શેરડીનો મંડપ શણગારી તેમાં તુલસીજી ને નવ ક્ધયા રૂૂપમાં શણગારી શ્રીજીના ઉત્સવ સ્વરૂૂપ ગોપાલજી ને વરરાજાના શણગાર સજાવી મંડપમાં પધરાવામાં આવ્યા હતા. આ મંડપમાં કરીયાવર રૂૂપે સોના-ચાંદી હીરા, માણેક, પન્ના વગેરે આભુષણો સજાવી શ્રીજીના સન્મુખ પધરાવામાં આવ્યા હતા. ઠાકોરજીના મસ્કત પર સાફો, મોરપીછ, કમરે કમરબંધ વગેરે વિવિધ શણગાર સજાવવામાં આવ્યા હતા.


શાહી સવારી સાથે ઠાકોરજી પરણવા નીકળ્યા હતા. ઠાકોરજીના નાં બાલસ્વરુપ નો વરઘોડો સમી દ્વારકાધીશ જગત મંદિરેથી સાંજે બહાર નિકળ્યો ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાથી ઠાકોરજીનો વરધોડો વાજતે ગાજતે શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી જગત મંદિરે પરત પહોચ્યો હતો. દ્વારકાધીશ જગતમંદિરે ભકત પરિવારનાં યજમાનપદે ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે શહેરી જનો તેમજ દ્વારકા દર્શને દેશ વિદેશ થી આવેલ ભક્તો એ ભગવાન નાં તુલસીજી સાથેનાં લગ્ન ને મોડી રાત સુધી જગત મંદિર પટાગણમાં નિહાળી ધન્યતા અનુભવી હતી. રાત્રે ભગવાનનાં તુલસીજી સાથે વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.


કર્મનાં ભવબંધનમાથી મોક્ષ મેળવવા ભગવાનનાં ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાનો મહિમા છે. દેવતાઓની દિવાળી દેવ દિવાળી તરીકે ઓળખાય છે. અષાઢ સુદ 11 થી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયનમાં જઇ વિશ્રામ કરે છે. ત્યારબાદ ભગવાન કારતક સુદ 11 નાં વિશ્રામ માંથી બહાર આવે છે. જેથી પુરાણોમાં આ દિવસને દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.


દ્વારકામાં તુલસી વિવાહ પ્રસંગે શ્રીજીના ગોપાલજી સ્વરૂૂપનું નગરભ્રમણ
દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારીના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાંના રાણીવાસમાં આવેલ ગોપાલજી સ્વરૂૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નિકળ્યો હતો. જે શહેરના રાજમાર્ગો પર ફરી પુન: રાણીવાસમાં પધાર્યો હતો. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયા હતા. જગતમંદિરમાં સાંજે ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂૂપનું શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાયા હતા. આ પ્રસંગનો લહાવો લેવા બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ તથા બહારગામથી ભાવિકો ઉપસ્થિત રહયા હતા.

તુલસીવિવાહ નિમિત્તે જગતમંદિરમાં શ્રીજીને છપ્પન ભોગ મનોરથ યોજાયો
દ્વારકાધીશના જગતમંદિરમાં મંગળવારે તુલસી વિવાહ મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજના સમયે જગતમંદિરમાં શ્રીજીને છપ્પનભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

દ્વારકાધીશના ભકત દ્વારા દેવ ઉઠી એકાદશી પ્રસંગે ઠાકોરજીને સુવર્ણ બાંસુરી અર્પણ
શ્રીકૃષ્ણ ભગવાનને અત્યંત પ્રિય ગણાતી વાંસળી અમદાવાદના એક ભકત પરિવાર દ્વારા શ્રી દ્વારકાધીશના જગતમંદિરમાં અર્પણ કરવામાં આવી હતી. ગઈકાલે દેવઉઠી એકાદશીના પાવન પવિત્ર અવસરે દ્વારકાધીશના પરમભકત અને અમદાવાદના હરેકૃષ્ણ ગૃપના હીરાભાઈ કાનજીભાઈ ભરવાડ પરિવાર દ્વારા કાળિયા ઠાકોરને હીરા-મોતી તથા નવરત્નથી જડિત સોનાની વાંસળી અર્પણ કરવામાં આવેલ. દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રધ્ધાભાવ ધરાવતા હીરાભાઈ ભરવાડ પરિવાર દ્વારા આ પ્રસંગે દ્વારકાધીશના ઉન્નત શિખર પર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *