અમદાવાદમાં તંત્રના લોચાથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં દોડાદોડી
અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા સીલ કરાયેલી છ શાળામાં આગામી તા.21ના રોજ લેવાનાર ટેટની પરીક્ષાના કેન્દ્રો ફાળવી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી છે.
BU પરમિશન વગર ચાલતી અમદાવાદ ગ્રામ્યની 6 માધ્યમિક શાળાઓને સીલ કરવામાં આવી છે. જેમાં સરખેજની અને જુહાપુરાની શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ગુલશને મહેર હાઈસ્કૂલ, ન્યૂ એઈઝ સેક્ધડરી અને હાયર સેક્ધડરી વિદ્યાલય, જાગૃતિ વિદ્યાલય, કુવેશ હાઇસ્કુલ, ધ નેશનલ ઇંગ્લિશ સ્કૂલ અને ફારુકે આઝમ ગર્લ્સ હાઈસ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર થઈ રહી છે. જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હવે તેનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ શરૂૂ કરવામાં આવ્યા છે.
કારણ કે આગામી 21 મીએ ટેટ પરીક્ષા યોજાવાની છે. જેના માટે 2 શાળાઓમાં તેનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે. છેલ્લી ઘડીએ શાળા સીલ થઈ જતા જિલ્લા શિક્ષણાધિકારી ચિંતામાં મુકાઈ ગયા છે. જેથી શાળા સંચાલકો સાથે બેઠક કરી શું કારણથી શાળાને સીલ કરવામાં આવી તેને લઈને જવાબ લેવામાં આવ્યા હતા. તેમજ હવે છેલ્લી ઘડીએ સેન્ટર ન બદલી શકાય જેથી તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ શરૂૂ કરવામાં આવ્યા છે. પરીક્ષા પહેલા શાળા સંચાલકો જરૂૂરી કામગીરી કરી લે તેવી પણ સૂચના આપવામાં આવી છે.
BU પરમિશન માટે ઇમ્પેક્ટ ફી ભરી દે તે માટેની પણ સૂચના શાળાઓને આપી દેવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય DEO બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્યની પણ 6 જેટલી શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. જેથી ટ્રસ્ટીઓને બોલાવીને શાળાને કેમ સીલ કરવાની ફરજ તેના કારણ જાણવામાં આવ્યા હતા. BU પરમિશન ન લીધી હોય અને ઈમ્પેક્ટ ફી ન ભરી હોય તેના કારણે કોર્પોરેશન દ્વારા સીલ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી BU પરમિશન અને ઈમ્પેક્ટ ફી ભરાઈ જાય તે માટે શાળા સંચાલકો કોર્પોરેશન સાથે સંપર્કમાં છે. તેમજ અમે પણ કમિશનરને મળીને આગામી સમયમાં ટેટ પરીક્ષા સમયે કોઈ પ્રોબ્લેમ ઊભી ન થાય તે માટે અમે તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.
