છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વડગામમાં 10 ઇંચ વરસાદ

રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવા પામી છે. ગઇકાલે 162 તાલુકામાં અડધાથી 8॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ વરસાદ વરસ્તા…

રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવા પામી છે. ગઇકાલે 162 તાલુકામાં અડધાથી 8॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ વરસાદ વરસ્તા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી હતી. તેમજ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાની થયું હતુ ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવતા અનેક નાના ચેકડેમો તેમજ જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી હતી.

રાજ્યમાં ગઇકાલે બનાસકાંઠા, મહેસાણા, તાપી, સુરત, ડાંગ, સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં અડધાથી 8.॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેની સામે સૌરાષ્ટ્રમાં વાદળ છાયા વાતાવરણમાં ધોરાજીમાં 0॥ ઇંચ તથા અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટાઓ વરસીયા હતા અને આખો દિવસ વરસાદી વાતાવરણ રહેતા ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સક્યતા જોવાઇ રહી છે.બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે વડગામમાં 4 કલાકમાં 8.60 ઈંચ વરસાદ, દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, પાલનપુર શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

બનાસકાંઠામાં ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાયા છે અને જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, ધાનેરા, પાંથાવાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.વહેલી સવારથી જ ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન થયું છે, ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો બનાસકાંઠાની અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, નાના ચેકડેમો પણ પાણીથી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. પાલનપુરની બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઇ છે, ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે, 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થયો બંધ. ઢીંચણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે કલેક્ટર અને જઙ નિવાસસ્થાન નજીક પાણી ભરાયા છે, ઢીંચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, પાલનપુરના ડીપી વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઈ છે, માન સરોવર રોડ પર દીવાલ ધરાશાયી થઈ છે.

અગામી 7 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ માટે ભારે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગુરુવાર માટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સમય દરમિયાન, વાવાઝોડા અને વીજળી સાથે ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, અન્ય તમામ જિલ્લાઓ માટે પીળો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. 3 જુલાઈ, ગુરુવારના રોજ રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર-કચ્છના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના તમામ જિલ્લાના નામ. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવનની ઝડપ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. શુક્રવાર, 4 જુલાઇએ ગુજરાત પ્રદેશના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે જ વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *