તેલઅવીવમાં આતંકવાદી હુમલો, 4 લોકોને છરી ઝીંકી

અમેરીકન ગ્રિનકાર્ડ ધારક આતંકવાદીને ઠાર મરાયો ઇઝરાયેલના તેલ અવીવમાં ચાર લોકોને છરી વડે હુમલો કરાતા ઘાયલ થયા હતા. ઈઝરાયેલ પોલીસે પ્રારંભિક તપાસમાં તેને આતંકવાદી હુમલો…

અમેરીકન ગ્રિનકાર્ડ ધારક આતંકવાદીને ઠાર મરાયો

ઇઝરાયેલના તેલ અવીવમાં ચાર લોકોને છરી વડે હુમલો કરાતા ઘાયલ થયા હતા. ઈઝરાયેલ પોલીસે પ્રારંભિક તપાસમાં તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે નહલાત બિન્યામીન સ્ટ્રીટ પર ત્રણ લોકોને છરી વડે માર્યા હતા. ગોળી મારતા પહેલા તેણે નજીકની ગ્રુઝેનબર્ગ સ્ટ્રીટ પર ચોથા વ્યક્તિને પણ છરી મારીને ઘાયલ કર્યો હતો. ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરની ઓળખ અબ્દેલ અઝીઝ કદ્દી તરીકે તેના મૃતદેહ પાસે મળેલા ઓળખ કાર્ડના આધારે કરવામાં આવી છે. તે મોરોક્કન નાગરિક હતો અને તેની પાસે યુએસમાં કાયમી રહેઠાણનું ગ્રીન કાર્ડ હતું. જ્યારે કદ્દી થોડા દિવસ પહેલા ઈઝરાયલ આવ્યો હતો ત્યારે તેને સુરક્ષાકર્મીઓએ રોક્યો હતો, પરંતુ તેમ છતાં તેને અંદર જવા દેવામાં આવ્યો હતો. ઇઝરાયેલની આંતરિક ગુપ્તચર સંસ્થા શિન બેટે કહ્યું છે કે તે આ નિર્ણયની તપાસ કરી રહી છે.

ગૃહ પ્રધાન મોશે આર્બેલે જણાવ્યું હતું કે જ્યારે કદ્દી બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દેશમાં પહોંચ્યા, ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને ખતરો તરીકે ઓળખ્યો અને તેને પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો. તેને પૂછપરછ માટે સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.ઈઝરાયેલ પોલીસે હુમલાખોરને માર્યો હોવાની પુષ્ટિ કરી છે. હુમલાખોરની હત્યા કોણે કરી તે અંગે જુદા જુદા દાવા કરવામાં આવ્યા છે. દરમિયાન, ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેની હત્યા ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ફોર્સ યુનિટના સભ્યો દ્વારા કરવામાં આવી હતી જેઓ ફરજ પર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *