અજાણ્યા શખ્સ સામે સીટી બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગેરેજમાં કાર મુકેલી હતી. તે દરમિયાન રાત્રીના અંધકારનો લાભ લઇ અજાણ્યા શખ્સો પ્રવેશી 9 કારના કાચ ફોડી નાંખ્યા હતા. જેમાં 95000નું નુકશાન થયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકે જંક્શન વિસ્તારમાં શિવ સોસાયટીના રહીશ નારાયણભાઇ ઉકાભાઇ સોનરાજે વાહનને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ તેમઓ જીઆઇડીસી વિસ્તારમાં શ્રીજી મોટર્સ નામનું ફોરવ્હીલ ગેરેજ ધરાવે છે. તા.17-3-2026ના રોજ રાત્રીના 11 કલાક દરમિયાન અમદાવાથી પરત આવી સવારે બે કલાકે ઘરે પહોંચ્યો હતો. ત્યારે મોટાભાઇએ 21-3-2026નોજ રાત્રે ગેરેજ બંધ કર્યા બાદ બીજા દિવસે રવિવાર હોવાથી 23-3-2026ના રોજ સવારે ગેરેજ આવ્યા હતા.
ત્યારે કારીગર સોહમ પાર્ટી પ્લોટ પાછળ ગ્રાઉન્ડાં જઇ જોતા ત્યાં મુકેલી ગાડઓના કાચ કોઇએ ફોડી નાંખેલા જણાયા હતા. આ અંગે જાણ કરતા તપાસ કરતા 9 જેટલી કારના આગળના મેઇના કાચ તોડી નાંખેલા જોવા મળ્યા હતા. આ અંગે ગેરેજમાં પૂછતા કોઇને આ બાબતે જાણ ન હોવાનું જણવાયું હતું.
આથી અજાણ્યા શખ્સ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકે 9 વાહનના કાચ ફોડી નાંખી 95000નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
