પીડિત વિદ્યાર્થીની આંખમાં 3 અને શરીરમાં 200 છરા, FIR ન નોંધાય ત્યાં સુધી અડિંગો જમાવી રાખવા જાહેરાત : છઅઋ તૈનાત, ભાજપે રાહુલની નૌટંકી ગણાવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ધરણે બેસી ગયા. તેઓ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગને લઈને ચાલી રહેલી તપાસની માહિતી મેળવવા ડીસીપી ઓફિસ ગયા હતા. રાહુલ ગાંધીએ પેલેટ ગનના પીડિત સાહિલ લોહબચને પણ સાથે લઈને ગયા હતા અને ધરણા પર બેસી જતા જબરો ડ્રામા સર્જાયો છેે. રાહુલ સાથે પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ, સલમાન ખુરશીદ સહિતના નેતાઓ પણ જોડાતા મામલો ગરમાયો છે.રાહુલ ધરણા પર બેસી જતા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને ભજન તથા દેશ ભક્તિના ગીતો ગાઇ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક કાર્યકરો ચરખો લઇ પહોંચ્યા હતા. પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરએએફની ટુકડીઓ તૈનાત કરી છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ મામલે હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી. તેમના દાવા મુજબ વિદ્યાર્થીની આંખમાં ત્રણ અને શરીરમાં કુલ 200 છરા છે. આટલા પુરાવા હોવા છતાં હજૂ સુધી કોઇ એફઆઇઆર નોંધાઇ નથી. તેમણે જણાવ્યુ હતુ કે, જયા સુધી ફરિયાદ નોંધાશે નહી ત્યા સુધી તેઓ જશે નહીં. બીજી બાજુ પોલીસના જાણાવ્યા મુજબ ફરિયાદ લઇ લેવાય છે.
રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી નુપુર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. નુપુર પ્રસાદને હાલ જ ચાર્જ સોંપવામાં આવ્યો છે. મુલાકાત બાદ રાહુલ ગાંધી બહાર આવ્યા અને અચાનક જ ત્યાં ધરણે બેસી ગયા. તેમના માટે ખુરશી ગોઠવવામાં આવી હતી. તેમની સાથે કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
માહિતી મુજબ રાહુલ ગાંધી અંદર ઘણી ફરિયાદો લઈને પહોંચ્યા હતા અને તેના પર કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ પોલીસ તરફથી તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તેથી જ તેઓ બહાર આવીને ધરણે બેસી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીના આ પગલા બાદ જંતર-મંતરના આંદોલનમાં પેલેટ ગનના ઉપયોગનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. હાલ તપાસના પરિણામો કે પોલીસ તરફથી થયેલી કોઈ ઠોસ કાર્યવાહીની વિગતો સામે આવી નથી.
પોલીસ અત્યાચાર મામલે સુપ્રીમે સમિતિ બનાવી છે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસની કથિત જ્યાદતી અને પોલીસ કર્મચારીઓ પર થયેલી હિંસાની તપાસ માટે પાંચ સભ્યીય હાઈ પાવર્ડ એન્કવાયરી કમિટી (ઇંઙઊઈ)ની રચના કરી છે. આ કમિટીની અધ્યક્ષતા ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ જજ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તથા વી. મોહનાની બેન્ચે 18 ઓગસ્ટે આ આદેશ આપ્યો હતો.
કમિટીમાં ભૂતપૂર્વ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા, દિલ્હી હાઈકોર્ટની ભૂતપૂર્વ જજ જસ્ટિસ શાલિન્દર કૌર, સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના રિટાયર્ડ ડીજીપી એલ.આર. બિશ્નોઈનો સમાવેશ થાય છે. આ કમિટી પેલેટ ગનના ઉપયોગ સહિત પોલીસ દ્વારા અતિશય બળના ઉપયોગની તપાસ કરશે. સાથે જ પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસ કર્મચારીઓ પર કરવામાં આવેલી હિંસાની પણ તપાસ કરશે.
