તમિલનાડુ-બંગાળમાં પ્રચારના પડઘમ શાંત, ગુરૂવારે મતદાન

દેશના બે મહત્વના રાજ્યો, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ચૂંટણી પંચના નિયમો…

દેશના બે મહત્વના રાજ્યો, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના 48 કલાક પહેલા સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ જશે, ત્યારબાદ કોઈપણ જાહેર રેલી કે રાજકીય પ્રચાર પર પ્રતિબંધ રહેશે. તમિલનાડુમાં એક જ તબક્કામાં તમામ 234 બેઠકો પર મતદાન થવાનું છે.

આ રાજ્યમાં કુલ 4,023 ઉમેદવારો મેદાનમાં છે. 5.73 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં પરંપરાગત રીતે દ્રમુક (DMK) અને અન્ના દ્રમુક (AIADMK) ગઠબંધન વચ્ચે સીધી ટક્કર છે. પશ્ચિમ બંગાળમાં કુલ બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જે પૈકી પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની કુલ 152 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ 1,478 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ‘100 ટકા મતદાન’ સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં વ્યાપક જાગૃતિ અભિયાન (SVEEP) ચલાવવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આજે સાંજ પછી ‘સાયલન્સ પીરિયડ’ શરૂૂ થશે, જેમાં ઉમેદવારો માત્ર ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. તમામની નજર હવે 23 એપ્રિલના મતદાન અને 4 મે ના રોજ આવનારા પરિણામો પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *