12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યુ
ગુજરાતમાં ગઇકાલથી હિટવેવની અસર શરૂ થઇ હોય તેમ બોકાસો બોલાવતી ગરમી પડી રહી છે અને આજે પણ 8 જિલ્લામાં હિટવેવનું ઓરેનજ અને યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગઇકાલે રાજકોટમાં સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો અને તાપમાન 42 ડિગ્રીએ પહોંચી જતા લોકો ગરમીમાં આકુળ વ્યાકુળ થઇ ગયા હતા. આ સિવાય બરોડામાં અને ભુજમાં પણ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતું.
આજે પણ રાજકોટ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે અમદાવાદ, સુરત સહીતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજયના 12 જિલ્લામાં ગઇકાલે તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જેમાં રાજકોટ 42 ડિગ્રી, અમદાવાદ (41.4), અમરેલી (40.3), વડોદરા (41), ભુજ (41), સુરેન્દ્રનગર (41.6), ડિસા (41), દિવ (41.3), ગાંધીનગર (40.8), પોરબંદર (40.9), સુરતમાં (40.2) અને વેરાવળમાં (40.8) ડીગ્રીનો સમાવેશ થાય છે.
