લાઇટ હાઉસના કૌભાંડની તપાસ માટે દિલ્હીથી ટીમ દોડી આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસમાં ગયા અઠવાડીયે નબળા બાંધકામ અને બિલ્ડર દ્વારા સમારકામ ન થતુ હોવાની ફરિયાદોને પગલે વડાપ્રધાન કાર્યાલયે તાત્કાલીક દિલ્હીથી ટીમો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસમાં ગયા અઠવાડીયે નબળા બાંધકામ અને બિલ્ડર દ્વારા સમારકામ ન થતુ હોવાની ફરિયાદોને પગલે વડાપ્રધાન કાર્યાલયે તાત્કાલીક દિલ્હીથી ટીમો દોડાવી છે. દિલ્હીથી ટીમોની રાજકોટમાં એન્ટ્રીથી થતા સ્થાનિક તંત્ર અને બિલ્ડરમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ ટીમોએ સ્થાનીક તંત્રને સાથે રાખીને ભાડુઆત રહેતા હોય તેને ખાલી કરવાની સૂચનાઓ આપી છે. ઉપરાંત બિલ્ડરને પણ તાત્કાલીક સમારકામ કરવાની કડક સૂચના આપી છે.

ગયા અઠવાડીયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા લાઈટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. રાજકોટમાં 1144 જેટલા ફ્લેટની ઈમારતના પોપડા ખરવા લાગ્યા હોવાની રાવ ઉઠી હતી. નિર્માણના 2 જ વર્ષમાં ઈમારતને નુકસાન થતા નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ થયા હતા. નિર્માણ થયાના બે જ વર્ષમાં 1100 થી વધુ ફ્લેટની ઈમારતના પોપડા ખરવા, દિવાલોમાંથી ભેજ આવવાની અને ધાબા પરથી પાણી ટપક્તુ હોવાની પણ ફરિયાદો સામે આવી હતી. જેને પગલે હવે માલાણી ક્ધસ્ટ્રક્શન સામે સવાલો ઉઠયા હતી.

118 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેકટમાં હાલ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાથરૂૂમની ગટરો ઉભરાય છે, કોઈક ફ્લેટમાંથી બારીમાંથી ભેજ આવે છે, કોઈકને બાથરૂૂમની દિવાલમાં પાણીમાં ભરાવો થાય છે તો કોઈક ફ્લેટની આખી ગેલેરી હલે છે ત્યારે માલાણી ક્ધસ્ટ્રક્શન કંપનીએ આ તે કેવી પ્રકારનું બાંધકામ કર્યુ તેવો સવાલ હાલ સ્થાનિકો કરી રહ્યા છે. રાજકોટમાં 118 કરોડના ખર્ચે 1144 ફ્લેટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયા છે. તો આવુ નબળુ બાંધકામ કરી કોન્ટ્રાક્ટરે કરોડો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. આ આક્ષેપોના પગલે પીએમ ઓફિસની સૂચનાથી દિલ્હીની ટીમ રાજકોટમાં આવીને તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *