ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઇ શકે છે તારીખો

ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર…

ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર પુનર્વિચાર કરી રહ્યા છે અને શ્રેણી માટે નવી વિન્ડો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. BCB પ્રમુખ તમિમ ઇકબાલે પોતે ઢાકામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી.

શેડ્યૂલ મુજબ, ભારતીય ટીમ બાંગ્લાદેશમાં 3 ODI અને 3 T20 મેચની શ્રેણી રમવાની હતી, જેમાંથી પ્રથમ ODI 3 સપ્ટેમ્બરથી શરૂૂ થવાની હતી. જોકે, પ્રવાસ શરૂૂ થવામાં બે અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી, BCCI દ્વારા હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી.આ પ્રવાસ મૂળ ઓગસ્ટ 2025 માં યોજાવાનો હતો, પરંતુ બાદમાં તેને સપ્ટેમ્બર 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યો. આ વર્ષના જાન્યુઆરીમાં, BCB એ જાહેરાત કરી હતી કે બંને ટીમો ઢાકા અને ચિત્તાગોંગમાં ત્રણ ODI અને ત્રણ T20I રમશે. જોકે, તમીમ ઇકબાલે પત્રકારોને જણાવ્યું હતું કે, “બંને બોર્ડ ભારત-બાંગ્લાદેશ શ્રેણી અંગે સતત ચર્ચા કરી રહ્યા છે. તારીખોમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.”

આ પરિસ્થિતિ એવા સમયે આવી છે જ્યારે તાજેતરના મહિનાઓમાં બંને ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધો થોડા તણાવપૂર્ણ રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા IPL દરમિયાન બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પરત બોલાવ્યા બાદ બંને ટીમો વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા હતા. હવે, ટૂંકા ગાળામાં નવા પ્રવાસ શેડ્યૂલને અંતિમ સ્વરૂૂપ આપવું એ બંને બોર્ડ માટે એક મોટો પડકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *