ઓગસ્ટમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, શેડ્યૂલ જાહેર

2022 બાદ ભારતની શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં ટેસ્ટ સીરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCI એ ગુરુવારે (02…

2022 બાદ ભારતની શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ શ્રેણી

ભારતીય ટીમ આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં ટેસ્ટ સીરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCI એ ગુરુવારે (02 જુલાઈ) આ સીરીઝના શેડ્યૂલની જાહેરાત કરી હતી. વર્ષ 2022 પછી ભારતની શ્રીલંકા સામેની આ પહેલી ટેસ્ટ સીરીઝ હશે. જ્યારે 2017 પછી શ્રીલંકાના પ્રવાસ પર આ પહેલી રેડ બોલ (ટેસ્ટ) મેચ હશે.
આ સીરીઝમાં બે ટેસ્ટ મેચ રમાશે, જેના માટે તારીખ અને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યા છે. પહેલી મેચ 15 થી 19 ઓગસ્ટ વચ્ચે ગાલેમાં રમાશે.

બીજી અને છેલ્લી ટેસ્ટ 23 થી 27 ઓગસ્ટ વચ્ચે કોલંબોમાં રમાશે. ભારતીય સમય અનુસાર બંને ટેસ્ટ મેચ સવારે 10 વાગ્યે શરૂૂ થશે.ભારતની સીનિયર ટીમની મુલાકાત પહેલા ’એ’ ટીમ પહેલેથી જ 2 ફર્સ્ટ ક્લાસ મેચો માટે શ્રીલંકાના પ્રવાસે છે. પહેલી મેચ ડ્રોમાં પરિણમી હતી અને બીજી મેચ ગાલેમાં રમાઈ રહી છે.

વર્ષની શરૂૂઆતમાં શ્રીલંકા ક્રિકેટે ટેસ્ટ સીરીઝની સાથે પ્રવાસમાં ત્રણ ટી20 મેચ ઉમેરવાની પણ વિનંતી કરી હતી. અહેવાલો અનુસાર, શરૂૂઆતમાં આ વિનંતીને એક સારા પગલા તરીકે સ્વીકારવામાં આવી હતી, જેથી શ્રીલંકાને ’ડિટવાહ’ ચક્રવાતથી પ્રભાવિત લોકોની મદદ માટે ફંડ એકઠું કરવામાં સહાય મળી શકે. પરંતુ ભારતના વ્યસ્ત ઇન્ટરનેશનલ કેલેન્ડરને જોતા BCCI એ ટી20 સીરીઝનો આમાં સમાવેશ કર્યો નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *