U-19માં અફઘાનિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયા ફાઇનલમાં, કાલે ઇંગ્લેન્ડ સામે આખરી મુકાબલો

હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. હરારે…

હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે.

હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. મેચમાં અફઘાનિસ્તાને ભારત સામે જીતવા માટે 311 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ભારતે 41.1 ઓવરમાં જ સાત વિકેટે જીત નોંધાવી છે. ભારતીય ટીમની જીતમાં એરોન જોર્જે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોર્જે 115 રન બનાવ્યાં હતા.
હવે ટીમ ઇન્ડિયાની ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે. ઇંગ્લેન્ડે પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યું હતુ.

આ ટુર્નામેન્ટની ખિતાબી મેચ 6 ફેબ્રુઆરીએ હરારે ખાતે રમાશે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 310 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તેમના બેટ્સમેનોએ ભારતીય બોલર્સ પર દબાણ બનાવવા માટે ભરચક પ્રયત્ન કર્યો. મધ્યક્રમમાં ફૈઝલ અને ઉઝૈરુલ્લાની શતકીય ઇનિંગ્સે ટીમને મજબૂત આધાર આપ્યો અને છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવીને સ્કોરને 300ની પાર પહોંચાડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *