શ્રીલંકામાં અચાનક બદલાયો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!! શુભમન ગિલ અંગે BCCIનું મોટું અપડેટ

  ૧૫ ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા, કોલંબોથી ભારતીય ક્રિકેટ ટીમ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વૉર્મઅપ મેચના પ્રથમ દિવસે શુભમન…

 

૧૫ ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા, કોલંબોથી ભારતીય ક્રિકેટ ટીમ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વૉર્મઅપ મેચના પ્રથમ દિવસે શુભમન ગિલ નહીં રમે, તેથી કેએલ રાહુલ કપ્તાની કરતા જોવા મળશે. વૉર્મઅપ ટેસ્ટ મેચમાં શ્રીલંકા XI એ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલંબોમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમ પહેલાં બોલિંગ કરશે.

https://x.com/BCCI/status/2085578568751616212

ટીમનો નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગુરુવારે પ્રેક્ટિસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. આ કારણે સાવચેતીના ભાગરૂપે તેણે પ્રથમ દિવસે ન રમવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન પણ છે. શ્રીલંકા સિરીઝ માટે આકિબ નબી અને સારાંશ જૈનને પહેલીવાર ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે, જેથી આ બંને બોલરો પણ બોલિંગ કરતા જોવા મળી શકે છે.

BCCI દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કેપ્ટન શુભમન ગિલને ગુરુવારે પ્રેક્ટિસ સત્ર દરમિયાન તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ઈજા થઈ હતી. સાવચેતીના પગલા તરીકે તેને આ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે મેદાનમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટતા કરી કે BCCI મેડિકલ ટીમ તેની ઈજા અને સ્વસ્થતા પર નજીકથી નજર રાખી રહી છે.

કોલંબોમાં રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં શ્રીલંકા ક્રિકેટ XIના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલની ગેરહાજરીમાં, ભારતીય ટીમ કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ બોલિંગ કરવા માટે મેદાનમાં ઉતરી છે.

શુભમન ગિલ બે વાર ઘાયલ થયો
અહેવાલો અનુસાર, શુભમન ગિલને 6 ઓગસ્ટના રોજ પ્રેક્ટિસ દરમિયાન બે અલગ અલગ પ્રસંગોએ ઈજા થઈ હતી. બેટિંગ કરતી વખતે, એક બોલ તેના જમણા હાથમાં વાગ્યો હતો, જેના કારણે મેડિકલ સ્ટાફે પાટો લગાવવાની ફરજ પડી હતી. થોડા સમય પછી, અન્ય ખેલાડીઓ સાથે સ્લિપ કેચિંગ પ્રેક્ટિસ કરતી વખતે, તે જ હાથ પર બીજો બોલ વાગ્યો હતો. આ પછી, તેણે પ્રેક્ટિસ સત્રમાં વધુ ભાગ લીધો ન હતો અને હવે તે પ્રેક્ટિસ મેચમાંથી પણ બહાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *