શિક્ષકોની ઘટ મુદ્દે ભાજપના અનિરુદ્ધ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ હવે પૂરી થશે.ગુજરાત સરકારનો કચ્છ જિલ્લા માટે સૌથી મોટો નિર્ણય કર્યો છે.કચ્છમાં શિક્ષણમાં સૌથી મોટો અવરોધ સરકારે દૂર કર્યો છે. કચ્છની શાળાઓમાં ફક્ત કચ્છમાં રહેતા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ભરતી કરાયેલા શિક્ષકોએ આખું જીવન કચ્છમાં રહેવું પડશે.
કચ્છમાં શિક્ષકોની અછતને દૂર કરવા માટે સરકાર લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કચ્છમાં રહેવા તૈયાર ન હોય તેવા શિક્ષકોની ભારે અછત હતી. રાજ્ય સરકારે કચ્છ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કચ્છ જિલ્લાના શિક્ષકો માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. કચ્છના નાગરિકોમાં એવી લાગણી છે કે કચ્છની પ્રાથમિક શાળાઓ માટે 2500 શિક્ષકો અને ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી ફક્ત કચ્છ જિલ્લા માટે છે. ભરતી કરાયેલા આ 4100 શિક્ષકોને ક્યારેય બદલવામાં આવશે નહીં. આ નિર્ણયથી ભવિષ્યમાં કચ્છમાં શિક્ષણમાં સુધારો થશે. ખાસ કિસ્સાઓમાં, વર્ગ 1-8 માટે અલગ ભરતી કરવામાં આવશે. વર્ગ 1-5 માટે 2500 બેઠકો અને વર્ગ 6-8 માટે 1600 બેઠકો ભરવામાં આવશે. ખાસ કિસ્સાઓમાં, કુલ 4100 જગ્યાઓ માટે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવશે. હાલમા કચ્છમા શિક્ષકોની સૌથી વધુ અછત છે.