અલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરાર

ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે એક શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેમ્પસમાં અઇઊં હાઇસ્કૂલમાં 11 વર્ષથી કમ્પ્યુટર સાયન્સ ભણાવતા દાનિશ…

ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે એક શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેમ્પસમાં અઇઊં હાઇસ્કૂલમાં 11 વર્ષથી કમ્પ્યુટર સાયન્સ ભણાવતા દાનિશ રાવ બે સાથીદારો સાથે ફરવા માટે બહાર હતા ત્યારે રાત્રે 8.50 વાગ્યે સ્કૂટર પર સવાર બે માણસોએ તેમને રોક્યા અને પિસ્તોલથી ધમકાવ્યો. રાવને ઓછામાં ઓછા બે વાર સહીત માથામાં 3 ગોળી મારવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક નીરજ જાદોને પુષ્ટિ આપી કે બંને માણસોએ રાવ પર ગોળી મારી હતી.

રાવને જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા પરંતુ પહોંચતા જ તેમનું મોત નીપજ્યું. ગોળીબાર યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરી નજીક થયો હતો. ગઉઝટ ને જણાવવામાં આવ્યું હતું કે છ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને ભાગી ગયેલા હત્યારાઓને ઓળખવા અને શોધવા માટે સીસીટીવી ફૂટેજની સમીક્ષા શરૂૂ કરી દીધી છે.

“રાત્રે 9 વાગ્યાની આસપાસ, અમને માહિતી મળી કે લાઇબ્રેરી પાસે ગોળીબાર થયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે… અમને ખબર પડી કે ગોળી વાગનાર વ્યક્તિ દાનિશ રાવ છે અને તે એબીકે સ્કૂલમાં શિક્ષક હતો,” એએમયુ પ્રોક્ટર મોહમ્મદ વસીમ અલીએ પત્રકારોને જણાવ્યું, “તેના માથામાં ગોળી વાગી હતી.

તેનું મેડિકલ કોલેજમાં મૃત્યુ થયું.” યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે તે અંગે બડાઈ માર્યાના કલાકો પછી આ આઘાતજનક હત્યા થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *