કચ્છમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતાં શિક્ષકનું મોત

સવા વર્ષ પહેલા લખપત તાલુકામાં શિક્ષક તરીકે નિમણૂક મળેલ, લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા \લખપત તાલુકાના બરંદા સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને પીપર…

સવા વર્ષ પહેલા લખપત તાલુકામાં શિક્ષક તરીકે નિમણૂક મળેલ, લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા

\લખપત તાલુકાના બરંદા સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને પીપર ખાતેની હાઈસ્કૂલમાં વ્યવસ્થામાં મુકાયેલા 35 વર્ષીય શિક્ષકનું મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે અચાનક આગ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી બે દિવસની સારવાર બાદ મંગળવારે મોત થતા અરેરાટી ફેલાઈ હતી. બનાવ અંગેની જાણ નારાયણ સરોવર પોલીસમાં કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, લખપત તાલુકાના બરંદા સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા અને છેલ્લા એક વર્ષથી પીપર સરકારી હાઈસ્કૂલ ખાતે વ્યવસ્થામાં મુકાયેલા અને નજીકમાં ધ્રાંગાવાંઢ ખાતે રહેતા 35 વર્ષીય રાહુલ શરદભાઈ વાઘેલા રવિવારે રાત્રે પોતાના પરિવાર સાથે નજીકમાં આવેલ અલ્ટ્રાટેક કંપનીમાં ગરબી જોવા ગયા હતા ત્યાંથી રાત્રે પરત આવ્યા બાદ પોતાનો મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે અચાનકલખપત તાલુકાના બરંદા સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને પીપર ખાતેની હાઈસ્કૂલમાં વ્યવસ્થામાં મુકાયેલા 35 વર્ષીય શિક્ષકનું મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે અચાનક આગ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી બે દિવસની સારવાર બાદ મંગળવારે મોત થતા અરેરાટી ફેલાઈ હતી.

બનાવ અંગેની જાણ નારાયણ સરોવર પોલીસમાં કરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, લખપત તાલુકાના બરંદા સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા અને છેલ્લા એક વર્ષથી પીપર સરકારી હાઈસ્કૂલ ખાતે વ્યવસ્થામાં મુકાયેલા અને નજીકમાં ધ્રાંગાવાંઢ ખાતે રહેતા 35 વર્ષીય રાહુલ શરદભાઈ વાઘેલા રવિવારે રાત્રે પોતાના પરિવાર સાથે નજીકમાં આવેલ અલ્ટ્રાટેક કંપનીમાં ગરબી જોવા ગયા હતા.

ત્યાંથી રાત્રે પરત આવ્યા બાદ પોતાનો મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે અચાનક આગ લાગતા મોઢાના ભાગે તેમજ શરીરે ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે પ્રથમ સાંધી કંપનીની હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભુજની કે.કે.પટેલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.બે દિવસની સારવાર દરમિયાન ભુજ ખાતે અવસાન થતા અરેરાટી ફેલાઈ હતી. હતભાગી શિક્ષક રાહુલ શરદભાઈ વાઘેલા મૂળ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામના વતની હતા. હજુ સવા વર્ષ અગાઉ જુલાઈ 2025માં બરંદા સરકારી હાઈસ્કૂલમાં નિમણૂક મળ્યા બાદ અહીં આઠ-દસ દિવસ સુધી ફરજ બજાવ્યા બાદ તેમને પીપર ખાતેની સરકારી હાઈસ્કૂલ ખાતે વ્યવસ્થામાં મૂકવામાં આવ્યા હતા.તેઓ નજીકમાં આવેલા ધ્રાંગાવાંઢ ખાતે પોતાની પત્ની અને માતા-પિતા સાથે રહેતા હતા તેમના લગ્ન હજુ દસેક મહિના પહેલા થયા હતા. આકસ્મિક નિધનના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *