પ્રોફેશનલ્સ, નિવૃત્ત લોકો અને રિમોટલી કામ કરતા ભારતીયો કે જેઓ યુએસથી પરત ફરી રહ્યા છે, તેમના માટે હવે ટેક્સનો હાઉ ઊભો થયો છે. અત્યાર સુધી, ભારત-યુએસ કરારના લાભને કારણે તેઓ ભારતમાં સંપૂર્ણ નિવાસી (full residents)) ન બને ત્યાં સુધી યુએસમાંથી થતી કમાણી પર ઓછા દરે ટેક્સ ચૂકવતા હતા. જોકે, વોશિંગ્ટન દ્વારા ઓઇસીડી ટેક્સ ક્ધવેન્શન પરના તાજેતરના નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, જેના પગલે આ ફાયદો હવે દૂર થઈ શકે છે.
યુએસ હવે RNOR (Resident But Not Ordinarily Resident) સ્ટેટસ ધરાવતા લોકોને સંધિના હેતુઓ માટે ભારતીય નિવાસી તરીકે ગણવાનો ઇનકાર કરી શકે છે. આનું કારણ એ છે કે RNOR ને ભારતમાં તેમની વૈશ્વિક આવક પર ટેક્સ લાગતો નથી, અને યુએસ માને છે કે છગઘછ ભારતમાં સંપૂર્ણ કરપાત્ર નથી.
યુએસના આ વલણને કારણે RNOR ઘટાડેલા વિથહોલ્ડિંગ ટેક્સ દરો માટેની પાત્રતા ગુમાવી શકે છે, જેનાથી તેમની યુએસ-આધારિત આવક પરનો ટેક્સ વધશે. પરિણામે:યુએસ સ્ટોક પરના ડિવિડન્ડ અને યુએસ બેંકોમાં એફડી પરના વ્યાજ પર હાલના 15-25% અને 15% ની સામે 30% ટેક્સ લાગી શકે છે. યુએસ પ્લેટફોર્મ્સ, એપ્સ, પુસ્તકો અથવા યુટ્યુબમાંથી થતી રોયલ્ટી આવક પર પણ 15-20% ને બદલે 30% ટેક્સ લાગી શકે છે.
