રાજ્યની ધોરણ-9 અને 10ના શિક્ષક માટેની શિક્ષક અભિરૂૂચિ કસોટી (TAT-S)ની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે હવે 20 સપ્ટેમ્બરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો છે. પ્રિલિમ્સમાં પાસ થયેલા 75980 વિદ્યાર્થીની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટેની હોલ ટિકિટ 7 સપ્ટેમ્બરે જાહેર કરાશે. ઝઅઝ-ઇંજની મુખ્ય પરીક્ષા અને TAT-Sની મુખ્ય પરીક્ષા વચ્ચે ઉમેદવારોને તૈયારી કરવાનો એક મહિના જેટલો સમય મળી રહે એ માટે પરીક્ષાની મુદતમાં વધારો કરાયો છે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ-9 અને 10ના શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ પરીક્ષા ગત 3 મેના રોજ લેવાઈ હતી. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી નોંધાયેલા 210580માંથી 185030 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષાનું પરિણામ 4 જુલાઈના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયું હતું. જેમાં 200 ગુણની પરીક્ષામાં 70 કેથી વધુ ગુણ મેળવનારા 75980 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડે પરિણામ જાહેર કર્યું તે જ દિવસે મુખ્ય પરીક્ષા માટેની સંભવિત તારીખ 16 ઓગસ્ટ જાહેર કરી હતી.
જોકે, રાજ્યમાં ભારે વરસાદને પગલે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે 2 ઓગસ્ટે યોજાનારી મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય થયો હતો. આ પરીક્ષા હવે 8 ઓગસ્ટે લેવાશે. જોકે, આ બંન્ને પરીક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને તૈયારી કરવા માત્ર એક જ સપ્તાહનો સમય મળતો હતો. જેથી વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે, બન્ને પરીક્ષા વચ્ચે એક મહિના જેટલો સમય આપવામાં આવે. વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બરના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.
