ક્રિકેટર કમલિનીને તમિલનાડુના પીએમએ આપ્યું 75 લાખનું ઇનામ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને કારણે આખરે ભારતે 2026 એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને ફાઇનલમાં…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને કારણે આખરે ભારતે 2026 એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને ફાઇનલમાં હરાવ્યું. ટીમ ઈન્ડિયાની જીત બાદ બધી ખેલાડીઓને ગોલ્ડ મેડલ મળ્યો, પરંતુ 18 વર્ષીય ખેલાડી ગુનાલન કમલિનીને એક ખાસ ઈનામ પણ મળ્યું. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે કમલિની માટે 75 લાખ રૂૂપિયાના ઈનામની જાહેરાત કરી. સાથે જ વિજયે રાજ્યના ખેલાડીઓને સતત સમર્થન આપવાનું વચન આપ્યું. કમાલિની ફાઇનલ મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતી પરંતુ તેની બેટિંગ આવી જ નહીં. આ યુવા બેટ્સમેનની એશિયન ગેમ્સ પણ કઈં ખાસ રહી ન હતી, તેણીએ બે ઇનિંગમાં ફક્ત 3 રન બનાવ્યા હતા.

શેફાલી વર્માની T-20 રેન્કિંગમાં મોટી છલાંગ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિસ્ફોટક ઓપનર બેટ્સમેન શેફાલી વર્માએ ટી-20 રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ સ્પર્ધામાં પોતાની પ્રથમ ટી-20 સદી ફટકાર્યા બાદ શેફાલી રેન્કિંગમાં 2 સ્થાન ઉપર ચઢીને 4થા નંબર પર પહોંચી ગઈ છે. જાપાનના નિશિનમાં બાંગ્લાદેશ સામે સેમિફાઇનલમાં અણનમ 100 રનની ઇનિંગ્સ પહેલાં શેફાલીએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાન સામે અણનમ 40 રનની ઇનિંગ્સ રમી હતી. સોમવાર સુધીના પ્રદર્શનના આધારે તાજેતરમાં જાહેર કરાયેલ રેન્કિંગમાં ભારતની શ્રી ચરણી (799 રેટિંગ પોઇન્ટ) અને દીપ્તિ શર્મા બોલિંગ રેન્કિંગમાં ટોચના 2 સ્થાન પર કબ્જો છે. શ્રી ચરણી પ્રથમ અને દીપ્તિ તેનાથી 70 પોઇન્ટ પાછળ બીજા સ્થાને છે. જોકે ભારતની સ્ટાર સિનિયર ખેલાડી સ્મૃતિ મંધાના 1 સ્થાન નીચે સરકીને 6ઠ્ઠા સ્થાને આવી ગઈ છે અને કેપ્ટન હરમનપ્રીત કૌર બેટિંગ રેન્કિંગમાં 10મા સ્થાને યથાવત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *